ટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરાખંડના સિતારગંજમાં સ્કૂલ બસ પલટી જતાં મોટો અકસ્માત : વિદ્યાર્થિની સહિત બેનાં મોત, ઘણાં વિદ્યાર્થીઓ થયાં ઘાયલ

Text To Speech

ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લાના સિતારગંજમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. બાળ દિને નાનકમત્તાથી પરત ફરી રહેલા સ્કૂલના બાળકોની બસને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, સાત શિક્ષકો સહિત 58 લોકોને લઈને બસ નાનકમત્તાથી સાંજે 4.30 વાગ્યે પરત ફરી રહી હતી. આ દરમિયાન બસ બીજી બાજુથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી.  બસમાં સવાર એક વિદ્યાર્થીની અને મહિલાનું મોત થયું છે. આ દરમિયાન અકસ્માતમાં 20 થી 25 જેટલા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાથે જ અનેક બાળકો અને સ્ટાફને નાની મોટી ઈજાઓ થઈ છે.

આ પણ વાંચો : દિલ્હીની સનસનીખેજ ક્રાઇમ સ્ટોરી સાંભળીને રૂંવાટા ઉભા થઇ જશે : પ્રેમિકાએ લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ ખેલ્યો ખૂની ખેલ

જણાવવામાં આવી રહ્યું છે કે નાનકમટ્ટાથી પરત ફરતી વખતે બસ વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર બાદ બસ રોડ પર પલટી ગઈ હતી. આ દરમિયાન બસમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષિકા લતા ગંગવારનું મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બાળકોને હોસ્પિટલ લઈ ગઈ. બસમાં સાત શિક્ષકો સહિત 58 લોકો સવાર હતા.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

CM પુષ્કરસિંહ ધામીએ સ્કૂલ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘નયાગાંવ ભટ્ટે (સિતારગંજ)માં વેદરામ સ્કૂલ, કિછાની બસના અકસ્માત અંગે દુઃખદ સમાચાર મળ્યા છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને ઘણી વિદ્યાર્થિનીઓ ઘાયલ થવાની અત્યંત દર્દનાક માહિતી મળી છે. તમામ ઘાયલોને વહીવટીતંત્ર દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

મૃતકના પરિવારને બે લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત

મુખ્યમંત્રી ધામીએ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવા તેમજ તમામ ઘાયલોની સરકાર દ્વારા મફત સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસના નિર્દેશ પણ આપ્યા છે.

Back to top button