ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

30 બાળકો સાથેની સ્કૂલ બસ પલટી ખાતાં 1નું મૃત્યુ, 12 ઘાયલ

Text To Speech

કોટા (રાજસ્થાન) 21 ઑક્ટોબર, 2024: રાજસ્થાનના કોટામાં આજે સોમવારે બપોરે ગંભીર અકસ્માત થયો હતો. 30 વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ બસ પલટી ખાઈ જતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું જ્યારે ઓછામાં ઓછા 12 વિદ્યાર્થી ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. ઘાયલ બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણકારી મળતા એ વિસ્તારના સાંસદ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ઘાયલ બાળકોની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

અહેવાલ મુજબ, સ્કૂલ બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. બાળકો ભરેલી બસ પલટી ખાતાં બાળકોએ ચીચીયારીઓ પોકારી હતી એ સાંભળીને આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. લોકો તત્કાળ બાળકોને બચાવવા માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મોટાભાગનાં બાળકોને એકબીજાના સહકારથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ બાળકો પૈકી અમુકના સાવ નજીવી ઈજાઓ થઈ હતી.

અકસ્માતના સમાચાર મળતાં જ કોટાના કલેક્ટર ઉપરાંત શહેરનાં એસપી અમૃતા દુહન સહિત અધિકારીઓ સ્થળે પહોંચી ગયાં હતાં અને ઘાયલ બાળકોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. સોમવારે બપોરે સ્કૂલ છૂટ્યા બાદ તેમને ઘરે લઈ જવામાં આવી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચોઃ સંજય ગોરડિયાના નવા “નાટક” સામે ગુજરાત અને મુંબઈનાં મહિલા આગેવાનોમાં તીવ્ર આક્રોશ

Back to top button