ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અનુસૂચિત જાતિ કમિશનની માંગ

Text To Speech

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ અરુણ હલદરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે. ઉત્તર પરગણા જિલ્લાના સંદેશખાલીમાં તાજેતરમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેમણે રાજ્યમાં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે તેમના નેતૃત્વ હેઠળની કમિશનની ટીમે 15 ફેબ્રુઆરીએ સંદેશખાલીની મુલાકાત લીધી હતી. આ ટીમમાં ડૉ. અનુજ બાલા અને સુભાષ રામનાથ પ્રાધિ જોડાયા હતા.

પત્રમાં આયોગે જણાવ્યું કે, ત્યાં મળેલો રિપોર્ટ હેરાન કરી દે તેવો છે. સંદેશખાલીમાં શાહજહાં શેખ અને તેના સાગિરતો દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ પર બળાત્કાર, ત્રાસ અને જમીન પચાવી પાડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. એવું લાગે છે કે, પશ્ચિમ બંગાળ સરકારે આ બાબતોને દબાવવાનો પ્રયાસ કર્યો છે. મહિલાઓને સરકાર અને પ્રશાસન તરફથી કોઈ પણ મદદ મળી રહી નથી.

ભય અને આતંકના વાતાવરણમાં જીવતા પીડિતો

તેમણે પત્રમાં લખ્યું છે કે સંદેશખાલીના પીડિતો ભય અને આતંકના વાતાવરણમાં જીવી રહ્યા છે. સંદેશખાલીમાં 80% વસ્તી અનુસૂચિત જાતિ અને જનજાતિની છે. તેથી સરકારે આ મામલે હસ્તક્ષેપ કરીને રાજ્યમાં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.

જૂઓ આજના મહત્વના સમાચાર 

મહત્ત્વનું છે કે,  સંદેશખાલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો પર બળજબરીથી જમીન હડપ કરવાનો અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તૃણમૂલ નેતા શાહજહાં શેખ સાથે સંડોવાયેલા લોકોએ રાશન કૌભાંડના સંબંધમાં દરોડા પાડવા ગયેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર કથિત રીતે હુમલો કર્યો હતો, જે બાદ શાહજહાં ફરાર છે. મહિલાઓ શાહજહાંની ધરપકડની માંગ કરી રહી છે.

આ પણ વાંચો: બંગાળ એવું રાજ્ય બની ગયું છે જે બળાત્કારીઓ ચલાવે છે: સંદેશખાલી કેસ પર ભાજપ

Back to top button