ટોપ ન્યૂઝનેશનલ

રાજ્યસભા અને રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે સમયપત્રક જાહેર, 19 જૂનના થશે મતદાન

Election : ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આજે સોમવાર 1 જૂનના રોજ 27 રાજ્યસભા બેઠકો અને ત્રણ રાજ્ય વિધાનસભા પરિષદોની ચૂંટણીનો સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ચૂંટણી 18 જૂનના રોજ યોજાશે. ચૂંટણી પંચ અનુસાર, તમામ ચૂંટણીઓ માટે મતદાન 18 જૂનના રોજ સવારે 8 થી સાંજે 4 કલાક સુધી યોજાશે. મત ગણતરી પણ તે જ દિવસે સાંજે 5:00 કલાકે શરૂ થશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ચૂંટણી પંચે સંપૂર્ણ સમયપત્રક કર્યું જાહેર

 

નામાંકન ભરવાનું શરૂ – 1 જૂન, સવારે 11 કલાક

નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ – 8 જૂન બપોરે 3 કલાક

નામાંકન ચકાસણી – 9 જૂન

નામાંકન પાછા ખેંચવાની છેલ્લી તારીખ – 11 જૂન

મતદાન દિવસ – 18 જૂન, સવારે 8:00 થી સાંજે 4 કલાક સુધી

મત ગણતરી – 18 જૂન, સાંજે 5 કલાક સુધી

ક્યાં – ક્યાં યોજાશે ચૂંટણી?

 

ચૂંટણી પંચે જાહેરાત કરી કે, 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાશે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં રાજ્યસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાશે.  બિહારમાં નવ રાજ્ય વિધાન પરિષદ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાશે, અને એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. કર્ણાટકમાં, સાત વિધાન પરિષદ બેઠકો માટે ચૂંટણીઓ યોજાશે.

આ પણ વાંચો : Explainer: શું 2032 સુધી ચાંદ પર હશે માનવ વસાહત? સરળ ભાષામાં સમજો NASAનો પ્લાન

Back to top button