ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઘરને સુગંધિત રાખવા તમે શેનો ઉપયોગ કરો છો? જો જો ફેફસાને નુકસાન ન થાય

  • ઘરને સુગંધિત રાખવા તમે કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો? શું એવી તો કોઈ વસ્તુ નથી વાપરતા ને જેનાથી ફેફસાને નુકસાન થાય?

HD ન્યુઝ ડેસ્કઃ ફેફસાના રોગ ઘણા કારણોસર થઈ શકે છે, પરંતુ આ સમસ્યા ઘણીવાર સિગારેટ પીનારાઓમાં વધુ જોવા મળે છે. તો બીજી તરફ પ્રદૂષણને કારણે પણ ફેફસાંને નુકસાન થઈ શકે છે, પરંતુ શું તમે જાણો છો કે ઘરને સારી સુગંધ આપવા માટે લોકો જે વસ્તુઓનો ઉપયોગ કરે છે તે ફેફસાને પણ ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે. હા, સુગંધિત મીણબત્તીઓ અને અગરબત્તીઓનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે, પરંતુ આ બંને વસ્તુઓ ઘરની અંદર પ્રદૂષણનું કારણ બને છે. ફેફસાના નિષ્ણાતે તાજેતરમાં જ તેના ગેરફાયદા વિશે જણાવ્યું છે અને એ પણ જણાવ્યું છે કે તમે તમારા ઘરને સુગંધિત રાખવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો?

શું કહે છે નિષ્ણાતો?

નિષ્ણાતો કહે છે કે શહેરમાં વાહનોની સંખ્યા વધુ છે, મેટ્રો બની રહી છે, કેમિકલ ફેક્ટરીઓ જેવી વસ્તુઓને કારણે બહાર પોલ્યુશન છે, પરંતુ આપણે તો ઘરની અંદર પણ પ્રદૂષણ પેદા કરી રહ્યા છીએ. અગરબત્તી, ધૂપ, મોસ્કિટો રેપલન્ટ અને સુગંધિત મીણબત્તીઓનો ઉપયોગ કરીને આપણે આપણી આસપાસ પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ. જો તમે સિગારેટ પીતા નથી, પરંતુ ઘરમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો પણ તમે પોલ્યુશન ફેલાવી રહ્યા છો.

ઘરને સુગંધિત બનાવવા આ વસ્તુઓનો ઉપયોગ ક્યાંક તમે તો નથી કરતા ને? ફેફસાને થઈ શકે છે નુકસાન hum dekhenge news

અદ્રશ્ય ધુમાડો સૌથી ખતરનાક

કેટલાક લોકો માને છે કે તેઓ મચ્છરથી બચવા માટે લિક્વિડ મોસ્કિટો રેપલન્ટનો ઉપયોગ કરે છે અને તેનો ધુમાડો પણ દેખાતો નથી. ડોક્ટરે તેને સૌથી વધુ ખતરનાક ગણાવ્યું છે. નિષ્ણાતો કહે છે કે તમે જે ધુમાડો જુઓ છો તે જોયા પછી તમે કમસે કમ તમારું નાક ઢાંકવાનો પ્રયાસ કરો છો, પરંતુ જે દેખાતો જ નથી તેવા ધુમાડા રૂપે તમે ઘણું પ્રદૂષણ શ્વાસમાં લો છો.

દરેક સમયે ડિફ્યુઝરનો ઉપયોગ કરવો યોગ્ય નથી

કેટલાક લોકો ઘરને સુગંધિત બનાવવા માટે ડિફ્યુઝરનો ઉપયોગ કરે છે. ડૉક્ટરો કહે છે કે થોડા સમય માટે તે કરવું ઠીક છે, પરંતુ 24 કલાક તે કરવું યોગ્ય નથી. કારણ કે આમ કરવાથી કેટલાક નવા પદાર્થો તમારા ફેફસાંમાં પ્રવેશ કરશે અને ફેફસાની કામગીરી બગાડી દેશે. ડૉક્ટર્સ કહે છે કે 15 મિનિટ અથવા 30 મિનિટ માટે આ કરવું સારું છે.

તો પછી કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો?

સુગંધ માટે કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાને બદલે તમે ફૂલોનો ઉપયોગ કરી શકો છો. આ એક કુદરતી પદ્ધતિ છે જેનાથી કોઈ નુકસાન થતું નથી.

આ પણ વાંચોઃ કેન્સર થતા પહેલા શરીરમાં દેખાય છે આ સંકેત, ન કરશો નજરઅંદાજ

Back to top button