અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન સર્જાયા કોમી એકતાના દ્રશ્યો

Text To Speech

છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં અટકી ગયેલી ભગવાન જગન્નાથની રથયાત્રા આજે રંગેચંગે નગરચર્યામાં નીકળી છે. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા છે. જેમાં વરસાદના અમી છાંટણા સાથે કોમી એકતાના પણ જગન્નાથની રથયાત્રામાં દ્રશ્યો જોવા મળ્યા છે. હાલમાં અમદાવાદા પોલીસ દ્વારા એક ટ્વિટમાં કોમી એકતાના જગન્નાથ રથયાત્રામાં જોવા મળેલા દ્રશ્યોનો વીડિયો શેર કર્યો છે.

અમદાવાદ પોલીસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી ભગવાનની આરતી કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે કેટલાંક મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ પણ જોડાયેલા જોવા મળી રહ્યા છે. જે ભગવાન જગન્નાથને વધુ વાસ્તવમાં જગતના નાથ દર્શાવી રહ્યા છે.

હાલમાં રથ નિજ મંદિર તરફ રવાના થઈ રહ્યા છે. મોસાળમાં ભાણેજને મામેરું કરાયા બાદ હવે ભગવાનના રથ નિજ મંદિર તરફ રવાના થયા છે. ત્રણેય રથ સરસપુરથી નીકળી ગયા છે. ભગવાન હાલ તેમના મોસાળ સરસપુર ખાતે છે. અહીં મોસાળમાં વાજતે ગાજતે મામેરું અર્પણ કરાયું.

ભગવાનની રથયાત્રા જ્યારે કાલુપુર પહોંચી ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી રથયાત્રાનું સર્વેલાન્સ થઈ રહ્યું છે. તેમજ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું ઈન્દ્રદેવે પણ જાણે સ્વાગત કર્યું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. સરસપુર બાદ કાલુપુરમાં પણ રથયાત્રા પર વરસાદના અમી છાંટણા થયા. ભગવાનના દર્શન કરવા આવનારા ભક્તોને ગરમીથી રાહત મળી.

ભગવાનના મોસાળમાં થનગનાટ
ભગવાન જગન્નાથના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને થનગનાટ છે. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. રથયાત્રાના સમગ્ર રસ્તા પર પેટ્રોલિંગ થઈ રહ્યું છે. ભક્તોનો માનવમહેરામણ ઉમટ્યો છે. જય રણછોડ માખણચોર ના નાદ સાથે લોકો ભગવાનના દર્શન કરી રહ્યા છે.

Back to top button