

રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદના કારણે એક તરફ સ્થિતિ રહી છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદ અટકી ગયા પછી પણ આફતોનો અંત આવી રહ્યોકે નથી. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં જાણે જમીન ફાડીને દરિયો બન્યો હોય તેવી ઘટના બની હતી.
સ્માર્ટ સિટી અમદાવાદમાં ભુવો પડ્યોનો Live Video
– વસ્ત્રાલ રોડ પર ભુવો પડયાનો લાઈવ વિડ્યો વાયરલ થયો છે@AmdavadAMC @kiritjparmarbjp @CMOGuj @pkumarias #ahmedabadrain #Ahmedabad #GujaratRains #Gujarat #HumDekhengeNews #Humdekhenge pic.twitter.com/T4EsVasNBs
— Hum Dekhenge News (@humdekhengenews) July 17, 2022
હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં વસ્ત્રાલમાં સહજાનંદ સ્કૂલની સામે આવેલા સુરભી સ્વાગત પાર્ક પાસેના રોડ પર જે રીતે ખાડો પડી રહ્યો હતો તે જોઈને લોકોને આશ્ચર્ય થઈ રહ્યું હતું. આ રીતે અચાનક રોડ જમીનની અંદર બેસી ગયા બાદ તેમાં દરિયાના મોજા ઉછાળા મારતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ઘટનાને જોઈ રહેલા સ્થાનિકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.