ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આજે છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Text To Speech

છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે આજે ફરી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે સામાન્ય વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આજે વિવિધ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

surat rain

આજે રાજ્યમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અમદાવાદ, આણંદ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે.તો તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસશે. જયારે બીજી તરફ વડોદરા, સુરત અને ડાંગમાં પણ વરસાદની વકી કરવામાં આવી છે. સાથે જ કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

 

રાજ્યમાં હાલ ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત

મહત્વનું છે કે, છેલ્લા ચારેક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચેક દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત છે. પરંતુ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં છુટાછવાયા ઝાપટા પડી શકે છે.

 

Back to top button