ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં 2022ના અકસ્માતનો ડરામણો આંકડો, એક મહિનામાં 1531 બનાવ

  • ગુજરાતમાં વર્ષ 2022માં અકસ્માતમાં રોજ 20 લોકોએ ગુમાવ્યો જીવ

ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં કુલ ૧૫,૭૫૧ અકસ્માતના કેરામાં ૭,૬૧૮ લોકોનાં મોત થયા છે, જે પૈકી સૌથી વધુ ઓપન એરિયામાં ૮૬૨૬ અકસ્માતમાં ૪૮૦૪ લોકો કચડાઈને મર્યા છે. જ્યારે રહેણાંક વિસ્તારમાં થયેલા ૩,૫૫૩ અકસ્માતમાં ૧૩૭૦નાં મોત થયા છે, માર્કેટ કે કોર્શિયલ વિસ્તારમાં એક વર્ષમાં ૨૧૯૭ અકસ્માતની ઘટના બની છે, જેમાં ૮૭૭ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઈન્સ્ટિટયુશનલ એરિયામાં ૧૨૦૪ અકસ્માતમાં ૫૨૬ તેમજ ૧૭૧ અકસ્માતમાં ૪૧ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.

અકસ્માત-humdekhengenews

સમગ્ર ૨૦૨૨ના વર્ષ દરમિયાન સૌથી વધુ ૧૫૩૧ અકસ્માત કાળઝાળ ગરમીના મે મહિનામાં નોંધાયા છે, જેમાં ૭૮૭ લોકો કચડાઈને મર્યા છે. એકંદરે ગુજરાતમાં રોજ સરેરાશ ૨૦થી ૨૧ જેટલા લોકો અકસ્માતના કારણે મોતને ભેટ્યા છે. અગાઉ વર્ષ ૨૦૨૧ના અરસામાં ગુજરાતમાં કુલ ૧૫,૧૮૬ અકસ્માતની ઘટના બની હતી, જેમાં કુલ ૭,૪૫૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા. રોડ સેફ્ટી ઓથોરિટીના લેટેસ્ટ ડેટા પ્રમાણે ઓવર સ્પીડના કારણે સૌથી વધુ ૧૪,૭૦૧ અકસ્માતની ઘટના બની છે, જેમાં ૭૨૩૬ લોકોને જીવ ગુમાવવા પડ્યા છે. આ પ્રકારના અકસ્માતના બનાવોમાં ૮૨૪૨ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે ૫૭૬૬ લોકોને સામાન્ય ઈજા થઈ હતી. ૨૧૦૯ લોકો એવા હતા જેમને હોસ્પિટલે સારવાર લેવાની કોઈ જરૂર પડી નહોતી.

અકસ્માત-humdekhengenews

કુલ અકસ્માતોના ૧૮ ટકા જેટલા અકસ્માતો વિવિધ જંક્શન પર થયા:

વર્ષ ૨૦૨૨ના કુલ અકસ્માતો પૈકી ૫૬ ટકા અકસ્માતમાં વાહનને પાછળથી ટક્કર વાગવી, હિટ એન્ડ રન તથા સાઈડથી ટક્કર વાગવાનું પ્રમાણ અત્યંત વધારે જોવા મળ્યું છે. કુલ અકસ્માતો પૈકી ૧૮ ટકા જેટલા અકસ્માતો વિવિધ જંક્શન પર થયા હતા. મૃતકોની સંખ્યામાં ૬૭ ટકા જેટલા વ્યક્તિઓમાં મોટર બાઈક ચાલક, સાઈકલ સવાર તથા પદયાત્રી હતા.

આ પણ વાંચો: વાવાઝોડાનું નામ બિપોરજોય કોણે પાડ્યું? જાણો કેવી રીતે આપવામાં આવે છે નામ

રોંગ સાઈડ ડ્રાઈવે ૨૩૧ લોકોનો જીવ લીધો:

વર્ષ ૨૦૨૨માં રોંગ સાઈડ ડ્રાઈવના કારણે ૨૩૧ લોકોનાં મોત થયાં હતાં, રોંગ સાઈડ ડ્રાઈવના કારણે કુલ ૬૧૨ અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. આવા કિસ્સામાં ૩૩૧ લોકોને ગંભીર ઈજા જ્યારે ૩૦૧ લોકોને નાની અમથી ઈજા પહોંચી હતી. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના કારણે અસ્માતના જે ૨૬ બનાવ હતા, તેમાં ૬ લોકોનાં મોત થયા છે. આવા કિસ્સામાં ગંભીર રીતે ૨૧ અને ૧૭ને સામાન્ય ઈજા પહોંચી હતી.

Back to top button