- સ્ટેટ GST કમિશનરેટમાં મોટાપાયે ફેરફારના એંધાણ
- સ્ટેટ GST કમિશનરેટમાં કમિશનરની જગ્યા લાંબા સમયથી ચાર્જમાં છે
- બોગસ બિલિંગ સહિતના કૌભાંડોનો પડઘો છેક વડાપ્રધાન કાર્યાલય સુધી પડ્યો
GSTમાં કૌભાંડોનો પડઘો વડાપ્રધાન કાર્યાલય સુધી પડ્યો, દિલ્હીથી ટાસ્ક સાથે IAS આવશે! જેમાં સ્ટેટ GSTને કંટ્રોલ કરવા દિલ્હીથી ટાસ્ક સાથે IAS આવે તેવા એંધાણ છે. ગુજરાતમાંથી GSTની આવક અને તેમાં ચાલી રહેલા બોગસ બિલિંગ સહિતના કૌભાંડોનો પડઘો છેક વડાપ્રધાન કાર્યાલય સુધી પડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના 5 શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રી, જાણો કેમ ઠંડી ગાયબ થઈ
સ્ટેટ GST કમિશનરેટમાં મોટાપાયે ફેરફારના એંધાણ
ઉલ્લેખનીય છે કે સ્ટેટ GST કમિશનરેટમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યાની ફરિયાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન- કાસાએ પણ કરી છે. આથી, બેફામ થયેલા સ્ટેટ GST કમિશરનેટને કંટ્રોલ કરવા ભારત સરકારમાં ડેપ્યુટેશન ઉપર રહેલા વર્ષ 1996ની બેચના IAS ટી.નટરાજન પરત ગુજરાત આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેઓ વર્ષ 2019થી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે અને નવેમ્બર-2022થી સંરક્ષણ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે કાર્યરત છે.
સ્ટેટ GST કમિશનરેટમાં કમિશનરની જગ્યા લાંબા સમયથી ચાર્જમાં છે
સ્ટેટ GST કમિશનરેટમાં કમિશનરની જગ્યા લાંબા સમયથી ચાર્જમાં છે. આવકના સૌથી મોટા સ્ત્રોત એવા આ તંત્રમાં એક પ્રમોટી IASને બાદ કરતા આ કેડરની ઈન્ચાર્જ કમિશનર સહિત ત્રણેય પોસ્ટ ઉપર IRS અર્થાત રેવન્યુ કેડરના ઓફિસરો છે. જેઓ પ્રતિનિયુક્તિથી અહીં ગુજરાતમાં છે ! આથી, આગામી ટૂંક જ સમયમાં સ્ટેટ GST કમિશનરેટમાં મોટાપાયે ફેરફારના એંધાણ પ્રવર્તી રહ્યા છે.