ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરામાં રૂ.30 હજાર આપી “લાઇફટાઇમ” સુધી મફતમાં ગેસ વાપરવાનું કૌંભાડ ઝડપાયું

જૂના વિસ્તારોમાં હજારો ગેરકાયદે ગેસ કનેક્શન આપી રૂપિયા પડાવવાનું મહાકૌભાંડ સામે આવ્યું છે. જેમાં બિલિંગની સાઇકલ વખતે જૂનું મીટર કાઢી નવું મીટર લગાવવાનું રેકેટ પકડાયુ છે. દલાલોનો અડ્ડો મનાતી દાંડિયાબજાર ગેસ ઓફિસથી આખું નેટવર્ક ઓપરેટ થતું હોવાની ચર્ચા છે. સિટી વિસ્તારમાં લગભગ અઢીથી ત્રણ હજાર ગેરકાયદે કનેક્શનો આપી દેવાયા છે.  વડોદરા ગેસ લિ.માં ફરજ બજાવતા કેટલાક કર્મચારી અને અધિકારીઓના મેળાપીપણાંથી દલાલોનું એક આખું સામ્રાજ્ય ઉભું થઈ ગયું છે.

આ પણ વાંચો: ડુંગળી વેચતા ખેડૂતો રડ્યાં, 472 કિલો ડુંગળી વેચી આવકની જગ્યાએ ખોટ કરી રૂ.131 ભર્યા 

બિલિંગની સાઇકલ વખતે જૂનું મીટર કાઢી નવું મીટર લગાવવાનું રેકેટ

કોમર્શિયલ અને રહેણાંક ગેસ કનેક્શનમાં બીલીંગની સાયકલ વખતે બીલ ઓછુ આવે તે માટે જૂનુ મીટર કાઢી તેની જગ્યાએ બીજુ મીટર લગાવી દેવાનું પણ અંદરખાને મોટું રેકેટ દલાલો ચલાવી રહ્યાં છે. જેમાં જૂના મીટરના જે યુનિટ ફર્યા હોય તેનં બિલ પણ ભરપાઈ કરાતું નથી. જે બાદ નવા મીટરના કનેક્શનને ચોપડે ચઢાવી દેવાનું પણ કૌભાંડ ચાલે છે. આ દલાલો એક – બે વર્ષ થઈ જાય તો કોઈપણ વ્યક્તિના નામનું મીટર ખરીદી નવું મીટર લાગતા વળગતાઓને લગાવી આપી તગડી કમાણી કરે છે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલનો ઉધડો લીધો 

અધિકારીઓ અને માનિતાઓના આર્શિવાદથી વડોદરા ગેસ લિ.માં અડીંગો જમાવ્યો

આ દલાલો તેમના માનિતા કોન્ટ્રાક્ટરો પાસે બારોબાર ગેરકાયદે ગેસના કનેક્શનો અપાવવાનું મોટું રેકેટ ચલાવતાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ આખું નેટવર્ક દાંડિયાબજાર ગેસ ઓફિસથી ઓપરેટ થતું હોવાનું પણ કહેવાય છે. મળતી માહિતી મુજબ, વૉર્ડ ઓફિસર લેવલના કર્મચારી શૈલેષ પંચાલે છેલ્લા કેટલાક વર્ષોથી ઉપરી અધિકારીઓ અને માનિતાઓના આર્શિવાદથી વડોદરા ગેસ લિ.માં અડીંગો જમાવ્યો છે. હાલ શૈલેષ પંચાલ દાંડિયાબજાર ગેસ ઓફિસ ખાતેથી એકાઉન્ટ વિભાગના સર્વેસવા તરીકે કામ કરે છે. જે તે કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવાની સત્તા પણ તેમની પાસે છે.

આ પણ વાંચો: નવો નિયમ: વીમા વિના વાહન પકડાશે તો લાગશે દંડ 

વડોદરા ગેસ લિ.ના ખસ્તા હાલ કરવામાં કોની ભૂમિકા ?

વડોદરા ગેસ લિ. કંપની વડોદરા મહાનગર પાલિકા અને ગેલ ઈન્ડિયાનું જોઈન્ટ વેન્ચર છે. આજે વી.જી.એલ.ની હાલત એવી છે કે, એક વર્ષથી તો કોઈ બેંક લોન આપવા તૈયાર ન હતી. સપ્લાયરોને રૂપિયા નથી ચૂકવી શકતા. જેને કારણે સ્ટોરમાં કોઈ સામાન નથી. મેઈન્ટેનન્સના કામો પણ થતાં નથી. વીજીએલની ભૂંડી હાલત કરવા પાછળ કોની ભૂમિકા છે? તે સૌથી મોટો સવાલ છે. વીજીએલ નફો કરે છે કે નુકસાન? તેની કોઈ માહિતી પણ પાલિકાની સભામાં રજૂ કરાતી નથી.

નવા કનેક્શનની સત્તાવાર કિંમત રૂ. 5,080

વડોદરા ગેસ લિ. કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ લાઈન લોશના કારણે શહેરના જૂના વિસ્તારોમાં નવા ગેસ કનેક્શનો આપવાનું બંધ કરી દીધું હતું. પણ, શૈલેષ પંચાલને ખાસ એવી સત્તા આપવામાં આવી છે કે, તેઓ ફોર્મની ઉપર કાઉન્ટર સહી કરે તો તે ફોર્મ સ્વીકારી જે તે જગ્યાએ કનેક્શન આપી દેવાનું. છેલ્લા 10 વર્ષમાં શૈલેષ પંચાલે અનેક દલાલો ઉભા કર્યા હોવાનું કહેવાય છે. જેમાં રફીક, દેવેન્દ્ર, અમિરૂદ્દીન, પટણી અને ચાંદમીયા હાલ એક્ટિવ છે. જ્યારે રણજીતનું અવસાન થયું છે. મોટાભાગે દલાલોનો અડીંગો દાંડિયાબજાર ગેસ ઓફિસ ખાતે જ હોય છે. આ સિવાય કોન્ટ્રાક્ટમાં કામ કરતાં સુપરવાઈઝર અને કારીગરોના પણ અલગથી દલાલો છે. આ આખી ટોળકી નવા કનેક્શન દીઠ રૂ. 30 હજાર વસુલ કરે છે. હકિકતમાં વીજીએલના નવા કનેક્શનની સત્તાવાર કિંમત રૂ. 5,080 છે. જ્યારે ઉપરના રૂપિયા લાંચ પેટે દલાલો અને તેમના મળતિયા અધિકારીઓ લે છે. ચોરીનો ગેસ વાપરવાની મેલી મુરાદ ધરાવતાં ગ્રાહકોને આ દલાલો ડાયરેક્ટર ગેસ કનેક્શન આપી દે છે. અઠવાડિયામાં તેમના ઘરે મીટર પણ લાગી જાય છે. તે પછી કોઈપણ જાતના બીલની બજવણી થતી નથી. જ્યાં સુઘી ગેરકાયદે કનેક્શન ન પકડાય ત્યાં સુધી ગેસ ચોરો બિન્દાસ્ત ઘરગથ્થુ ગેસ વાપરે છે. કહેવાય છે કે, સિટી વિસ્તારમાં લગભગ અઢી થી ત્રણ હજાર ગેરકાયદે કનેક્શનો આપી દેવાયા છે. જો, તેની તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ નકારી શકાતી નથી.

કોમ્પ્યૂટરમાંથી બિલો રફેદફે કરી રૂપિયા બારોબાર ચાંઉ કરવાનું કૌભાંડ

સૌથી ચોંકાવનારી વાત એ જાણવા મળી છે કે, કોઈ ગ્રાહક ગેસનું બાકી બીલ ભરવા આવે તો કેટલાક લેભાગુ કર્મચારીઓ અમે તમારું બીલ ઓછું કરાવી દઈશું, તેમ કહી તેમને લોભ-લાલચ આપી પોતાના જાસામાં ફસાવે છે. ત્યારબાદ ગ્રાહક તૈયાર થઈ જાય તો કોમ્પ્યુટરમાં બિલીંગની રકમમાં સુધારા કરી તેને ઓછી રકમનું બીલ પધરાવી દેવાય છે. આ બીલની સામે લીધેલી રકમ પણ વીજીએલમાં જમા નહીં કરાવી બારોબાર ચાઉ કરી લેવામાં આવે છે. જે બાદ બીલને કોમ્પ્યુટરમાંથી રફેદફે કરી દેવાય છે. જો, ગેઈલ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારી કે વીજીએલના ડાયરેક્ટર એવા મ્યુનિ. કમિશનર તપાસ કરાવે તો બારોબાર બીલના રૂપિયા હજમ કરનારા તત્વો પણ બેનકાબ થાય, તેવી પુરી શક્યતાઓ છે. કોન્ટ્રાક્ટરોમાં પણ એવો ગણગણાટ છે કે, બિલના બે ટકા લેખે લાંચ ન આપો તો બિલ પણ મંજૂર કરાતા નથી.

Back to top button