ગુજરાતટોપ ન્યૂઝ

અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી મામલે કૌભાંડના પત્તા ખુલ્યા

  • માધુપરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સના યુનિટ અને ગોડાઉનમાંથી ઘીના સેમ્પલ લેવાયા
  • AMCની લેબોરેટરી અત્યાધુનિક હોવા છતાં વડોદરાની લેબોરેટરીમાં ઘીના સેમ્પલ મોકલાયા
  • ન્યાયિક તપાસ કરીને દોષિતોને કડક સજા કરવાની વિપક્ષે માગણી કરી

અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી મામલે કૌભાંડના પત્તા ખુલ્યા છે. જેમાં નીલકંઠ ટ્રેડર્સના ઘીના સેમ્પલ વડોદરા મોકલવાની બાબત શંકાના દાયરામાં છે. તેમજ AMCની લેબ હોવા છતાં ઘીના સેમ્પલ વડોદરા કેમ મોકલાયા તે લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. ત્યારે વિપક્ષનો આક્ષેપ છે કે નીલકંઠ ટ્રેડર્સને બચાવવા માટેનો આ કારસો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં તહેવારોની શરૂઆત પહેલા સિંગતેલના ભાવ ઘટ્યા

માધુપરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સના યુનિટ અને ગોડાઉનમાંથી ઘીના સેમ્પલ લેવાયા

વડોદરાની લેબોરેટરીમાં ઘીના સેમ્પલ ચકાસણી માટે મોકલવાની બાબત શંકા ઉપજાવનારી છે. જેમાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ’નકલી- ભેળસેળિયા’ ઘીનો જથ્થો અમદાવાદના માધુપુરા ઘી બજારમાંથી મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થવાને પગલે અંબાજી પોલીસની હાજરીમાં AMCના હેલ્થ- ફુડ વિભાગ દ્વારા માધુપરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સના યુનિટ અને ગોડાઉનમાંથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વાઈબ્રન્ટ ગુજરાતથી 55 બિલિયન US ડોલરનું વિદેશી રોકાણ આવશે 

AMCની લેબોરેટરી અત્યાધુનિક હોવા છતાં વડોદરાની લેબોરેટરીમાં ઘીના સેમ્પલ મોકલાયા

AMC હેલ્થ- ફુડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ઘીના સેમ્પલ ચકાસણી માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવાની બાબત શંકાના દાયરામાં હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. AMCના હેલ્થ- ફુડ વિભાગ દ્વારા માધુપરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સના યુનિટ અને ગોડાઉનમાંથી લેવામાં આવેલા ઘીના સેમ્પલ ચકાસણી માટે AMCની લેબોરેટરીમાં નહીં પરંતુ વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા તે બાબત શંકાસ્પદ છે. અમદાવાદ મેટ્રોસિટી છે અને AMCની લેબોરેટરી અત્યાધુનિક હોવા છતાં વડોદરાની લેબોરેટરીમાં ઘીના સેમ્પલ ચકાસણી માટે મોકલવાની બાબત શંકા ઉપજાવનારી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના નામે પાર્સલથી છેતરપિંડી

ન્યાયિક તપાસ કરીને દોષિતોને કડક સજા કરવાની વિપક્ષે માગણી કરી

આ પ્રકારે ઘીના સેમ્પલ ચકાસણી માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા કોઈના દબાણ હેઠળ નીલકંઠ ટ્રેડર્સને બચાવવા માટે થઈ રહી હોય તેવું લાગી રહ્યાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. અંબાજીના મંદિરના મોહનથાળના પ્રસાદમાં ભેળસેળિયું ઘી વાપરીને શ્રધાળુઓની આસ્થા અને આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને કદીયે માફ નહીં કરવા અને આ પ્રકરણમાં યોગ્ય અને ન્યાયિક તપાસ કરીને દોષિતોને કડક સજા કરવાની વિપક્ષે માગણી કરી છે.

Back to top button