ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ વિસ્તારમાંથી ક્રુડ ઓઈલની ચોરીનું કૌભાંડ ઝડપાયું

  • ઉચ્છદ ગામે ક્રુડ ઓઈલની ચોરીનું કૌભાંડ ઝડપાયુ છે
  • ક્રુડ ઓઈલની ચોરી કરવાનો પ્રયાસ ઓએનજીસીની સક્યુરીટી ટીમે નિષ્ફ્ળ કર્યો
  • આપેલ ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

ગુજરાતના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે ક્રુડ ઓઈલની ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં ટ્રન્ક પાઈપ લાઈનમાં પંચર કરી વાલ્વ બેસાડેલા જણાયા છે. તેમાં ચોરીનો પ્રયાસ કરનારા ફરાર થયા છે. તેમજ ટેન્કર સહિત, મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઉચ્છદ ગામે ક્રુડ ઓઈલની ચોરીનું કૌભાંડ ઝડપાયુ છે.

આ પણ વાંચો: ગુજરાત: ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો

ક્રુડ ઓઈલની ચોરી કરવાનો પ્રયાસ ઓએનજીસીની સક્યુરીટી ટીમે નિષ્ફ્ળ કર્યો

જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે ઓએનજીસીની પસાર થતી ટ્રન્ક પાઈપ લાઈનમાં પંચર કરી વાલ્વ બેસાડી ટેન્કરમાં ક્રુડ ઓઈલની ચોરી કરવાનો પ્રયાસ ઓએનજીસીની સક્યુરીટી ટીમે નિષ્ફ્ળ કર્યો હતો. ટીમ ઘટના સ્થળે પહોંચે તે અગાઉ ચોરી કરવાનો પ્રયાસ કરનારા ટેન્કર તથા ચોરી કરવાના સાધનો મુકી ફરાર થઈ ગયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર ઓએનજીસી કોલોની વાંસેટા ખાતે સિક્યુરીટી ટીમ સુપર વાઇઝર ઇલ્યાસ મીરસાબ ભટ્ટી સાથે પેટ્રોલિંગમા નીકળ્યા હતા.

ક્રુડ ઓઈલની લોખંડની પાઈપ સાથે લોખંડના વાલ્વ નંગ- 3 ફીટ કર્યા

ગત રાત્રીના અઢી વાગ્યાના અરસામા માસરરોડથી અણખી ONGC (TRUNK PIPE LINE) TPL ઉપર પેટ્રોલીંગમાં હતા અને ફરતા ફરતા ઉચ્છદ ગામની સીમમાં ટ્રન્ક પાઈપ લાઈન પાસે પહોંચતા દુરથી કઈંક રેડીયમ જેવુ ચમકતું પાઈપ લાઈન પાસે નિહાળવા મળતા તેઓ લાઈન તરફ્ પહોચ્યા હતા. જયાં સ્થળ ઉપર એક ખાલી ટેન્કર મળી આવ્યું હતુ. ટેન્કરના પાછળના ભાગે ONGC ટ્રન્ક પાઈપલાઈન ઉપર ખાડો ખોદી વાલ્વ બેસાડયો હતો અને તેમાં પાઈપ ફીટ કરી તેની બીજી બાજુની પાઈપ ટેન્કરની અંદર નાખી હોવાનુ જણાઈ આવતા સુપરવાઇઝરે મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીને હકીકતની જાણ કરી હતી. જેથી આશુતોષ ત્રિવેદી અન્ય સ્ટાફ્ સાથે ઘટના સ્થળે આવીને નિરીક્ષણ કરતા ONGC TPLની લાઈન ઉપર આશરે ચારેક ફુટ લંબાઈ પહોળાઇનો અને સાડા ચારેક ફુટ ઉંડાઈનો ખાડો ખોદી તેની અંદર ONGCની ચાલુ ક્રુડ ઓઈલની લોખંડની પાઈપ સાથે લોખંડના વાલ્વ નંગ- 3 ફીટ કરેલ હોવાનુ જણાઈ આવતા તેઓએ વેડચ પોલીસ મથકે બનાવ સંદર્ભે જાણ કરી હતી.

આપેલ ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

વેડચ પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એ.આહીર સ્ટાફ્ સ્ટાફ્ સાથે ઘટના દોડી આવી હકીકતથી વાકેફ્ થઈ ખાલી ટેન્કર તથા ક્રુડ ઓઈલ ચોરી કરવાના સાધનો કબજે કરી મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીની ટેન્કર ચાલક તથા તેના મળતિયા વિરૂધ્ધ આપેલ ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button