- સીઆઇડી ક્રાઇમે ગાંધીનગરની આઠથી નવ જેટલી વિઝા કન્સલ્ટન્ટ ઓફિસોમાં સર્ચ કર્યુ
- કુડાસણની એમ્પાયર ઓવરસિસમાંથી ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા
- સંચાલક અને માર્કશીટ બનાવનાર મેનેજર સામે ગુનો નોંધવામાં આવ્યો
ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ છે. જેમાં વડોદરાની MS યુનિ.ની ડુપ્લિકેટ માર્કશીટના આધારે વિદેશ મોકલવાનો કારસો રચાયો હતો. તેમાં કુડાસણની એમ્પાયર ઓવરસિસમાંથી ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા છે.
આ પણ વાંચો: દેશમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર બાદ ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ
સંચાલક અને માર્કશીટ બનાવનાર મેનેજર સામે ગુનો નોંધવામાં આવ્યો
સંચાલક અને માર્કશીટ બનાવનાર મેનેજર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ સર્ચ દરમિયાન પોલીસે બે કોમ્પ્યુટર તથા લેપટોપ અને દસ્તાવેજો ભરેલી બે બેગ જપ્ત કરી છે. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલ એમ્પાયર ઓવરસીસ સર્વીસીસની ઓફિસમાંથી સર્ચ દરમિયાન સીઆઇડી ક્રાઇમની ટીમને વડોદરાની એમએમ યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા છે. આ ડુપ્લિકેટ માર્કશીટના આધારે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝાના નામે વિદેશ મોકલવામાં આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.જે સંદર્ભે સંચાલક અને માર્કશીટ બનાવનાર મેનેજર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના એક નિર્ણયથી સરકારને થયો રૂ.125 કરોડનો ફાયદો
સીઆઇડી ક્રાઇમે ગાંધીનગરની આઠથી નવ જેટલી વિઝા કન્સલ્ટન્ટ ઓફિસોમાં સર્ચ કર્યુ
તાજેતરમાં સીઆઇડી ક્રાઇમે ગાંધીનગરની આઠથી નવ જેટલી વિઝા કન્સલ્ટન્ટ ઓફિસોમાં સર્ચ કર્યુ હતું. જેમાં કુડાસણ કેપીટલ આઇકોનના ત્રીજા માળે આવેલ એમ્પાયર ઓવરસીસ સર્વિસીસ ઓફિસનો પણ સમાવેશ થાય છે. અહિ પણ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવામાં આવતા હતા. સર્ચ દરમિયાન પોલીસે બે કોમ્પ્યુટર તથા લેપટોપ અને દસ્તાવેજો ભરેલી બે બેગ જપ્ત કરી હતી. જેમાં એક બેગમાં પાસપોર્ટની પ્રથમ પાનાની ફોટોકોપી તથા અન્ય બેગમાં ધોરણ-10, 12 તથા અન્ય ડિગ્રીની માર્કશીટોનો જથ્થો હતો. આ માર્કશીટોની તપાસમાં ચૌધરી સોહનકુમાર લાલાભાઇ નામના એક વિદ્યાર્થીની માર્કશીટ પોલીસને પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ લાગી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ફરી ધરપકડ થતા ભૂમાફિયાઓમાં ફફડાટ
બીસીએ ફસ્ટ સેમની માર્કશીટ પર ડિસેમ્બર -2018નું લખાણ હતું
આ યુવાનની વડોદરાની એમએસ યુનિવર્સિટીની બીસીએ ફસ્ટ થી છઠ્ઠા સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ હતા. જેમાં બીસીએ ફસ્ટ સેમની માર્કશીટ પર ડિસેમ્બર -2018નું લખાણ હતું. જ્યારે પરીક્ષા 3 એપ્રિલ 2018 અને ઇશ્યૂ ડેટ 5 માર્ચ 2018 લખેલી હતી. પ્રથમ દૃષ્ટિએ જ ઉપરોક્ત માર્કશીટ પરીક્ષા લીધા પહેલા જ પરિણામ જાહેર કરેલી અને ઇશ્યૂ થયાનું જણાઇ આવ્યુ હતું. જેના કારણે ખરાઇ માટે પોલીસે તેને વડોદરા એમએસ યુનિવર્સિટીમાં મોકલી આપી હતી.