પેટીએમના નામે કૌભાંડ: ઠગ ટોળકીઓ અનેક પ્રકારની ટ્રિકથી કરી રહ્યા છે છેતરપિંડી
- પેટીએેમ પેમેન્ટ બેંક બંધ થાય તે પહેલા પેટીએમ યુઝર્સ સાથે છેતરપિંડી
- પેટીએમ કસ્ટમર કેરના નામે ઠગ ટોળકીઓ કરી રહી છે છેતરપિંડી
HD ન્યૂઝ ડેસ્ક, 7 જાન્યુઆરી: તાજેતરમાં જ RBIએ પેટીએમ પેમેન્ટ બેંક સામે કાર્યવાહી કરી અને તેની બેંકની તમામ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બેંક સંબંધિત ઘણી સેવાઓ હવે ટૂંક સમયમાં એટલે કે તારીખ 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં બંધ થઈ જશે. સેવા બંધ થવાની સાથે જ પેટીએમના યુઝર્સમાં થોડી ગભરાટ આવી ગઈ છે. અને પેટીએમથી ચાલતી અનેક સેવાઓ તેઓ બંધ કરાવી રહ્યા છે. ત્યારે આમાં ઘણા લોકો એવા પણ છે જેઓને આ સેવાઓ બંધ કરતાં નથી ફાવતું, જેના કારણે તેઓ કસ્ટમર કેરનો સહારો લઈ રહ્યા છે. પરંતુ ઠગ ટોળકીઓ હવે અહીં આ સમયમાં પણ ઠગવાનો મોકો નથી છોડી રહ્યા અને ફેક કસ્ટમર કેર ઊભા કરીને લોકોને છેતરી રહ્યા છે.
કેવી રીતે થઈ રહી છે છેતરપિંડી?
પેટીએમ પેમેન્ટ બેંક પર આરબીઆઈની કાર્યવાહી બાદ ઘણા લોકો વોલેટ અને પેટીએમ પેમેન્ટ બેંક ખાતામાં હાજર તેમના પૈસા ઉપાડવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે ઠગ ટોળકીઓ આ મુશ્કેલીને વધુ મુશ્કેલ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ સ્કેમર્સે લોકોને છેતરવા માટે નકલી Paytm કસ્ટમર કેર પેજ ચાલુ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આવું એક એકાઉન્ટ જોવા મળ્યું છે, જે Paytm કસ્ટમર કેરના નામે ચલાવવામાં આવી રહ્યું છે. આ એક ફેક એકાઉન્ટ છે, જે ઘણા યુઝર્સની પોસ્ટ પર બોટની જેમ કોમેન્ટ કરી રહ્યું છે.
તમે ઘણી વાર જોયું હશે કે કોઈપણ ફરિયાદ પછી, બ્રાન્ડ તરફથી તરત જ જવાબ આવે છે, જેમાં કહેવામાં આવે છે કે તમારી સમસ્યા જલ્દી જ ઉકેલાઈ જશે. આ માટે, કૃપા કરીને અમને તમારી વિગતો DM કરો. આ ટોળકીઓ આવી જ રીતે ફેક એકાઉન્ટ્સ બનાવીને લોકોને છેતરી રહી છે.
સ્કેમર્સ નકલી કસ્ટમર કેર બનાવી લોકો સાથે કરી રહ્યા છે છેતરપિંડી
તેઓ અન્ય યુઝર્સની પોસ્ટ પર પણ જઈ રહ્યા છે અને તેમના નંબર આપીને તેમનો સંપર્ક કરવા માટે કહી રહ્યા છે. જો કે Paytm એ હજુ સુધી આ અંગે કોઈ પોસ્ટ કરી નથી, તમારે આ અંગે સાવચેત રહેવાની જરૂર છે. અમે તમને કહેવા માંગીએ છીએ કે કોઈપણ કોઈ પણ બિનસત્તાવાર વેબસાઈટ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભરોસો કરશો નહીં.
સાવધાની રાખવી ખુબજ જરુરી
કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફરિયાદ કરવા કરતાં Paytm એપ દ્વારા જ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવનો સંપર્ક કરો. ત્યાં તમારી સમસ્યાનું નિરાકરણ આવી જશે. અમારી સલાહ છે કે તમારી વિગતો કોઈપણ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ફેક એકાઉન્ટ સાથે શેર કરશો નહીં.
સાચા કસ્ટમર કેરનો સંપર્ક ક્યાંથી કરવો?
પેટીએમ કસ્ટમર કેરનો સંપર્ક કરવા માટે, Paytm એપ્લિકેશન અથવા કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી વિગતો મેળવો. જો તમે આ સિવાય બીજી કોઈ જગ્યાએથી કસ્ટમર કેરનો નંબર મેળવો છો તો તમે પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
આ પણ વાંચો: Paytm કેસઃ એક પાન કાર્ડ ઉપર 1000 ખાતાં! આ રીતે RBIના રડાર પર આવ્યું?