ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

તમારી સાથે પણ થઈ શકે છે CBIના નામે સ્કેમ, જાણો કેવી રીતે તેનાથી બચી શકાય

Text To Speech
  • ઓનલાઈન સ્કેમર્સ હવે સીબીઆઈના નામનો ઉપયોગ કરીને લોકોને છેતરવા લાગ્યા છે. સીબીઆઈએ એલર્ટ જાહેર કરીને લોકોને આ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે

દિલ્હી, 06 ઓગસ્ટ: ઈન્ટરનેટના જમાનામાં ઓનલાઈન સ્કેમ હવે સામાન્ય બની ગયું છે. ભારતમાં પણ લોકો અલગ-અલગ રીતે ઓનલાઈન સ્કેમનો ભોગ બનવાના સમાચારો દરરોજ પ્રકાશમાં આવતા રહે છે. સ્થિતિ એવી બની છે કે હવે કૌભાંડીઓ સીબીઆઈના નામનો ઉપયોગ કરીને લોકોને છેતરવા લાગ્યા છે. આવા મામલાઓને જોતા હવે સીબીઆઈએ પોતે પહેલ કરી છે અને લોકોને આવા સ્કેમથી બચવાની સલાહ આપી છે. ચાલો જાણીએ આખો મામલો.

સીબીઆઈએ જાહેર કર્યું એલર્ટ

સીબીઆઈએ એલર્ટ જારી કરીને કહ્યું છે કે સીબીઆઈના વરિષ્ઠ અધિકારીઓના નામ અને હોદ્દાનો દુરુપયોગ કરીને આચરવામાં આવતા સ્કેમ અંગે સાવધાન રહેવું જોઈએ. ખાસ કરીને આવા સ્કેમમાં, છેતરપિંડી કરવા માટે બનાવટી દસ્તાવેજો, બનાવટી વોરંટ/સમન્સ જેમાં સીબીઆઈના ડાયરેક્ટર સહિત સીબીઆઈ અધિકારીઓની સહી હોય છે તે ઈન્ટરનેટ/ઈમેલ/વોટ્સએપ વગેરે પર ફરતી કરવામાં આવે છે. સીબીઆઈએ કહ્યું છે કે નકલી લેટર હેડથી મેઈલ આવે છે. જે અંગે સીબીઆઈએ એડવાઈઝરી જારી કરી છે.

 

કેવી રીતે રાખવી સાવચેતી?

સીબીઆઈએ માહિતી આપી છે કે કેટલાક ગુનેગારો દ્વારા જાહેરમાં ઉપલબ્ધ સીબીઆઈ લોગોનો દુરુપયોગ તેમના ડિસ્પ્લે પિક્ચર (ડીપી) તરીકે મુખ્યત્વે વોટ્સએપ દ્વારા નાણાં પડાવવા માટે કોલ કરવા માટે કરવામાં આવે છે. લોકોને સતર્ક રહેવા અને આવા સ્કેમનો ભોગ ન બનવાની સલાહ આપવામાં આવે છે. સીબીઆઈ દ્વાર વધુમાં કહેવામાં આવ્યું છે કે આવા કોઈપણ પ્રકારનો પ્રયાસ કરવામાં આવે તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરો.

આ પણ વાંચો: સાવધાનઃ ફોનમાં બેંકિંગ એપ ડાઉનલોડ કરતા પહેલાં… RBIએ જારી કરી ચેતવણી

Back to top button