ટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના LIVE ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂકતા તમિલનાડુને SCની ફટકાર

નવી દિલ્હી, 22 જાન્યુઆરી: તમિલનાડુમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના LIVE પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાના મામલા પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને નોટિસ પાઠવીને કહ્યું કે, રામ મંદિરના ઉદ્ધાટનના લાઈવ ટેલિકાસ્ટની પરવાનગી નકારી શકાય નહીં. SCમાં એક અરજી દાખલ કરાઈ હતી જેમાં આક્ષેપ કર્યો હતો કે, DMKની આગેવાની હેઠળની સરકારે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ ના જીવંત પ્રસારણ પર કથિત રીતે પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ‘રાજ્ય (તમિલનાડુ)માં અન્ય સમુદાયના લોકો પણ રહે છે તેના આધારે સરકાર જીવંત પ્રસારણ રોકી ના શકે. ભારતમાં દરેક સમુદાયના લોકો રહે છે.

તમિલનાડુ સરકારના વકીલે કહ્યું કે આ અરજી “રાજકીય રીતે પ્રેરિત” છે. ખંડપીઠે તમિલનાડુ સરકાર પાસેથી અરજી પર 29 જાન્યુઆરી સુધીમાં જવાબ પણ માંગ્યો છે. આ અરજી વિનોજ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરાઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડીએમકે સંચાલિત તમિલનાડુ સરકારે “પ્રાણ પ્રતિષ્ઠા” ના લાઇવ ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, રાજ્ય સરકારે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

સુપ્રીમ કોર્ટે અધિકારીઓને કાયદા મુજબ કામ કરવા અને કોઈપણ મૌખિક આદેશ પર કામ ન કરવા કહ્યું.કોર્ટે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અધિકારીઓ કાયદા મુજબ કામ કરશે. તેમજ અધિકારીઓએ સંબંધિત પરિમાણોને ધ્યાનમાં રાખવા પડશે.

નાણામંત્રીનો રાજ્ય સરકાર પર પ્રહાર

તમિલનાડુ સરકાર પર પ્રહાર કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘દુર્ભાગ્યે હિન્દુઓને નફરત કરતી ડીએમકે સરકાર દ્વારા પોલીસનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. શું કોઈપણ નાગરિકને PMનો કાર્યક્રમ જોવાની મનાઈ કરી શકાય? ડીએમકે વડાપ્રધાન પ્રત્યે પોતાની અંગત નફરત દર્શાવી રહી છે અને પૂજા કરનારાઓને દબાવી રહી છે. જે લોકો રામની પૂજા કરવા માગે છે તેઓને આ જોવાનું ગમશે. મારા પૂજાના અધિકારનું ઉલ્લંઘન કરવાનો શું અધિકાર છે? આ મારા અને દરેક હિન્દુના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

આ પણ વાંચો: Ram Mandir Live: PM મોદી અયોધ્યા પહોંચ્યા, થોડીવારમાં શરૂ થશે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Back to top button