મલ્ટીપ્લેક્સમાં બહારની ખાણી-પીણી પર NO-ENTRY, SCનો મહત્વનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે સિનેમા હોલની અંદર ખાણી-પીણીના વેચાણને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. સિનેમા હોલમાં બહારની ખાણી-પીણી પર સુપ્રીમ કોર્ટે NO-ENTRY લગાવી છે.
Popcorn Goes Cold: SC says cinema owners can probihit outside food in halls
Read @ANI Story | https://t.co/NoBGBJ5x69#SupremeCourt #CinemaOwners #OutsideFood pic.twitter.com/zzJXs9UaMB
— ANI Digital (@ani_digital) January 3, 2023
સુપ્રીમ કોર્ટે જમ્મુ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો. જેમાં બહારની ખાણી-પીણીને સિનેમા હોલમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે હોલ મેનેજમેન્ટ સિનેમા હોલની અંદર ખાણી-પીણીના વેચાણ માટેના નિયમો અને શરતો નક્કી કરવાનો સંપૂર્ણ હકદાર છે. મૂવી જોનાર પાસે થિયેટરોની અંદર ઉપલબ્ધ ખાદ્યપદાર્થો અને પીણાં ખરીદવા અથવા ન ખરીદવાનો વિકલ્પ હોય છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સિનેમા હોલ કોઈ જીમ નથી, જ્યાં તમને પૌષ્ટિક ખોરાકની જરૂર હોય. તે મનોરંજનનું સ્થળ છે. સિનેમા હોલ મેનેજમેન્ટની ખાનગી મિલકત છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે પોતાના આદેશમાં બહારના ખાણી-પીણીને હોલમાં લઈ જવાની પરવાનગી આપી હતી. હવે સુપ્રીમ કોર્ટે તેને રદ્દ કરીને કહ્યું છે કે આ આદેશ જાહેર કરતી વખતે હાઈકોર્ટે તેના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે.
જમ્મુ-કાશ્મીર સિનેમા હોલ ઓનર્સ એસોસિએશન વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.