ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અદાણી-હિંડનબર્ગ વિવાદ પર લેખ લખવાના કેસમાં બે પત્રકારોને SCની રાહત

Text To Speech

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે બે પત્રકારોને અદાણી-હિંડનબર્ગ વિવાદ પર લખેલા લેખના સંબંધમાં ધરપકડમાંથી વચગાળાની રાહત આપી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેન્ચે પત્રકાર રવિ નાયર અને આનંદ મંગનાલેની અરજી પર ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જારી કરાયેલા સમન્સને પડકારતી નાયર અને મંગનાલે દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.

જયસિંહે જણાવ્યું હતું કે, હાજરીની સૂચના સંપૂર્ણપણે અધિકારક્ષેત્ર વિનાની છે અને તે શુદ્ધ સતામણી અને સંભવિત ધરપકડ માટે સ્ટેજ સેટ કરવા સિવાય બીજું કંઈ નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઑટોબરમાં નાયર અને મંગનાલેને નોટિસ પાઠવી હતી, જેમાં રોકાણકાર યોગેશ મફતલાલ ભણસાલીની ફરિયાદના આધારે હાથ ધરાઈ રહેલી પ્રાથમિક તપાસના સંબંધમાં રૂબરૂ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.

બંધારણની કલમ 32 હેઠળ અરજીને યોગ્ય ઠેરવતા જયસિંહે કહ્યું કે બંને પત્રકારોના જીવન અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે. એવું કોઈ કારણ નથી કે તેને આ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા અથવા કોઈ હાઈકોર્ટમાં જવા માટે પ્રેરિત કરવામાં આવે.

હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપ સામેના આક્ષેપોને કારણે ગ્રૂપના શેરમાં ઘટાડો થયો હતો, જેમાં છેતરપિંડીના વ્યવહારો અને શેર-કિંમતની હેરાફેરીનો સમાવેશ થાય છે. અદાણી ગ્રૂપે આરોપોને જૂઠાણા તરીકે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે તમામ કાયદાઓ અને જાહેરાતની આવશ્યકતાઓનું પાલન કરે છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી મોકૂફ, હવે ક્યારે ?

Back to top button