ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મથુરા જન્મભૂમિ કેસમાં SCએ હિન્દુ પક્ષને આપ્યો ઝટકો, ઇદગાહ શાહી મસ્જિદમાં સર્વે નહીં થાય

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષનો મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, શાહી ઇદગાહ મસ્જિદમાં કોઈ સર્વે થશે નહીં. આમ, સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી કોર્ટ કમિશનરની નિમણૂક પર અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. ગયા વર્ષે 14 ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઇદગાહ પરિસરના સર્વેને મંજૂરી આપી હતી, જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે આ મામલાની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે, પરંતુ સર્વે કરાવવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે રહેશે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તમારી અરજી સ્પષ્ટ નથી. તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે તમે શું ઈચ્છો છો. આ ઉપરાંત ટ્રાન્સફરનો કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. તે અંગે પણ આપણે નિર્ણય લેવાનો છે.

શું છે સમગ્ર મામલો?

અરજદારો વકીલ હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન મારફત અલ્હાબાદ હાઈકોર્ટમાં શાહી ઈદગાહમાં ASI સર્વેની માંગણી કરી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરાઈ હતી કે ત્યાં કમળના આકારનો સ્તંભ છે જે હિંદુ મંદિરોની વિશેષતા છે.

આ સિવાય અહીં ‘શેષનાગ’ની પણ તસવીર છે, જે હિન્દુ દેવતાઓમાંના એક છે. તેમણે તેમના જન્મની રાત્રે ભગવાન કૃષ્ણની રક્ષા કરી હતી. અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે અમુક નિર્ધારિત સમયગાળામાં શાહી ઇદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા પછી તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે કમિશનની નિમણૂક કરવામાં આવે. જો કે, સુપ્રીમ કોર્ટે કમિશનરની નિમણૂક પર અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. 

આ પણ વાંચો: દેશના આ ઐતિહાસિક સ્થળો જે વિવાદોમાં ફસાયા….જાણો શા માટે ચાલી રહ્યો છે વિવાદ?

Back to top button