કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોમનાથ ડિમોલેશન કેસમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, 16 ઑક્ટોબરે સુનાવણી

Text To Speech

નવી દિલ્હી, તા. 4 ઓક્ટોબરઃ સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથ ડિમોલેશન કેસમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવાની અરજીને ફગાવી દીધી છે. 28 સપ્ટેમ્બરે ગીર સોમનાથમાં મુસ્લિમ ધાર્મિક અને રહેણાંક સ્થળોને ગેરકાયદે તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસના સુનાવણી 16 ઑક્ટોબરે હાથ ધરવામાં આવશે.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની પીઠે પ્રભાસ પાટણના પટણી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતાં ટ્રસ્ટ સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી.


સીનિયર એડવોકેટ સંજય હેગડેએ શું કરી દલીલ?

સીનિયર એડવોકેટ સંજય હેગડેએ કહ્યું કે,આ મુદ્દો 1309થી ચાલ્યો આવ્યો છે, જે અહીંના માળખાઓ સબંધિત છે. હેગડેએ જણાવ્યું, પક્ષો દ્વારા આપવામાં આવેલી નોટિસમાં ક્યાંય પણ તોડફોડનો ઉલ્લેખ નહોતો, અધિકારીઓની કાર્યવાહી સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબરે આપેલા આદેશની વિરુદ્ધ છે. જેમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે અદાલતની પૂર્વ અનુમતિ વગર ડિમોલેશન ન થવું જોઈએ.

સીનિયર એડવોકેટે કહ્યું, 57 એકર વિસ્તારમાં પથરાયેલી આશરે 5 દરગાહ, 10 મસ્જિદો અને 45 મકાન ખતરાનો સામનો કરી રહ્યા છે. તેમણે આસામના સોનપુરમાં દબાણ હટાવવાના અભિયાન પર સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં આવેલા આદેશનો પણ ઉલ્લેખ કર્યો.

સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ શું કહ્યું?

ગુજરાત સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, દબાણ હટાવ અભિયાન 17 સપ્ટેમ્બરે આપવામાં આદેશ અંતર્ગત અપવાદમાં આવે છે. કોર્ટ દ્વારા જાહેર સ્થળો અને જળાશયો નજીકની જમીન પર કરવામાં આવેલા દબાણનો ઉલ્લેખ છે. સૉલિસિટર જનરલે કહ્યું કે, મામલાનો વિષય સરકારી જમીન છે. આ અંગેની કાર્યવાહી 2023માં શરૂ કરવામાં આવી હતી. નોટિસ આપવામાં આવી હતી અને પક્ષકારને વ્યક્તિગત સુનાવણીનો મોકો પણ આપવામાં આવ્યો હતો. જ્યારે પક્ષકારોએ વક્ફ ટ્રિબ્યૂનલ સહિત અનેક અધિકારીઓનો સંપર્ક કર્યો, પરંકતુ તેને કોઈ રાહત મળી નહોતી.

આ પણ વાંચોઃ તિરુપતિ લાડુ વિવાદ પર સુપ્રીમ કોર્ટે કરી SITની રચના, આ 5 અધિકારી કરશે તપાસ

Back to top button