ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં SCએ CM કેજરીવાલની અરજી ફગાવી

Text To Speech
  • સુપ્રીમ કોર્ટે આજે (25 ઓગસ્ટ) PM મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસ: સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે (25 ઓગસ્ટ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે માનહાનિ કેસમાં શું કહ્યું:

કોર્ટે કહ્યું કે તમારી રિવિઝન પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેથી અહીં તમારી અરજી સાંભળવાની કોઈ જરૂર નથી. આ કેસમાં નીચલી કોર્ટે કેજરીવાલને સમન્સ જારી કર્યા છે.

શું છે સમગ્ર મામલો?

યુનિવર્સિટીએ કેજરીવાલ વિરુદ્ધ તેમના નિવેદન બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. 31 માર્ચ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રી વિવાદ કેસ પર ચુકાદો આપ્યો અને ફરિયાદીને ડિગ્રી બતાવવા ન કહ્યું. જે બાદ દિલ્હી સીએમ કેજરીવાલે 1 એપ્રિલ 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીની ડિગ્રી લઈને અયોગ્ય શબ્દો કહ્યા. આ બાબત ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી. 2 એપ્રિલે સંજ્ય સિંહે પીએમની ડિગ્રીને પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો સોશિયલ મીડિયા પર મૂકી. જેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી વતી કુલ સચિવ ડો. પિયુષ પટેલે મેટ્રો કોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ 500 અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં અરવિંદ કેજરીવાલ સામે સમન્સ નીકળ્યું હતું. અરવિંદ કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જે મુદ્દે મેટ્રો કોર્ટે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને નોટીસ આપી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં બેફામ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બાળકી ફૂટબોલની જેમ ઊલળી, જૂઓ LIVE CCTV

Back to top button