ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં મહિલા અનામત લાગુ કરવાનો SCનો આદેશ

Text To Speech

નવી દિલ્હી, 02 મે 2024: સુપ્રીમ કોર્ટે ન્યાયિક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)માં એક તૃતીયાંશ મહિલા અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે બીડી કૌશિકના મામલામાં કોર્ટના જૂના નિર્ણયની સ્પષ્ટતા કરતા આ નિર્દેશો આપ્યા છે. ખંડપીઠના નિર્દેશો અનુસાર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના ટ્રેઝરી એટલે કે ખજાનચીનું પદ એક મહિલા માટે આરક્ષિત રહેશે. આ ઉપરાંત, એસોસિએશનની કાર્યકારી સમિતિના 9 સભ્યોમાંથી 3 સભ્યની જગ્યાઓ મહિલાઓ માટે અનામત રહેશે. 16મી મેના રોજ યોજાનારી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આ આદેશનો પ્રથમ વખત અમલ કરવામાં આવશે. આ ચૂંટણીના પરિણામો 18 મેના રોજ આવશે.

SCBA અધિકારીઓમાં મહિલાઓ માટે અનામત રહેશે

ઉલ્લેખનીય છે કે, હવે SCBA અધિકારીઓમાં પ્રમુખ, સેક્રેટરી અને ટ્રેઝરરનું પદ મહિલાઓ માટે અનામત રહેશે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં સિનિયર એડવોકેટ માટે સિનિયર એક્ઝિક્યુટિવના છમાંથી બે સભ્યો અને જનરલ એક્ઝિક્યુટિવના નવમાંથી ત્રણ સભ્યો મહિલાઓ માટે અનામત રહેશે. કોર્ટે કહ્યું કે ઉમેદવારોની લાયકાત અને શરતોમાં જરૂરી ફેરફારો અને સુધારા અંગે આઠ દરખાસ્તો કરાઈ હતી, જે નાકામ સાબિત થઈ. આ ઉપરાંત એસોસિએશનના સભ્ય બનવા માટેની ફી અને ચૂંટણી લડવા માટેના ઉમેદવારો માટે સિક્યોરિટી ડિપોઝીટની રકમ અંગેની દરખાસ્તો પણ 30 એપ્રિલે મળેલી સામાન્ય સભામાં નિષ્ફળ રહી હતી. આવી સ્થિતિમાં, કોર્ટને લાગ્યું કે નિયમો, પાત્રતા, શરતો અને ફી અંગે નિર્ણય લેવાની જરૂર છે. કારણ કે આ વસ્તુઓને દાયકાઓ સુધી લટકાવી ન શકાય. સમયાંતરે સુધારા અને ફેરફારો જરૂરી છે.

કોર્ટે કહ્યું કે SCBAએ 19 જુલાઈ સુધીમાં તેની વેબસાઈટ અથવા અન્ય માધ્યમો દ્વારા તેના સભ્યો પાસેથી આ સંબંધમાં સલાહ-સૂચન માંગ્યા છે. એટલે કે 19 જુલાઈ સુધી સૂચનો મોકલી શકાશે. આ પછી બાર એસોસિએશને સામાન્ય વકીલો પાસેથી મળેલા આ સૂચનો ડિજિટલ અથવા પ્રિન્ટેડ ફોર્મેટમાં સંકલિત કરીને કોર્ટને અપાશે. એટલે કે, સૂચનોના આધારે, સુધારા અને ફેરફારોની પ્રક્રિયા ચાલુ રહેશે.

આ પણ વાંચો: હિન્દુ લગ્ન જરૂરી સંસ્કાર અને વિધિઓ વગર અમાન્ય: વિવાહ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

Back to top button