ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

SCએ સરકારના સ્ટેન્ડને યોગ્ય ઠેરવ્યું: NEET-UG ચુકાદા અંગે શિક્ષણમંત્રીએ શું કહ્યું, જાણો

Text To Speech
  • કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કરી વાત 

નવી દિલ્હી, 2 ઓગસ્ટ: કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET-UG પરીક્ષામાં ગેરરીતિના કેસમાં સુપ્રીમ કોર્ટે સરકારના વલણને યોગ્ય ઠેરવ્યું હોવાનું કહ્યું છે. શિક્ષણમંત્રીએ આજે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, “NEET-UG પરીક્ષામાં કોઈ વ્યવસ્થાગત ચૂક રહી ન હતી અને તેથી ફરીથી પરીક્ષા ન લેવાનું સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સરકારનું વલણ સાચું સાબિત થયું છે.

 

ધર્મેન્દ્ર પ્રધાને સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો

કેન્દ્રીય શિક્ષણમંત્રીએ પોસ્ટમાં આગળ લખ્યું કે, “સરકાર છેડછાડ મુક્ત, પારદર્શી અને ભૂલ-મુક્ત પરીક્ષા સિસ્ટમ” માટે પ્રતિબદ્ધ છે. આ સુનિશ્ચિત કરવા માટે, અમે નિષ્ણાતોની ઉચ્ચ-સ્તરીય સમિતિની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરીશું. આ નિષ્કર્ષ અને નિર્ણય એ દૂષ્પ્રચારને સંપૂર્ણ રીતે નકારે છે જે ફેલાવવામાં આવી રહ્યો છે. અમે ન્યાય આપવા અને લાખો મહેનતુ વિદ્યાર્થીઓના હિતોની રક્ષા કરવા બદલ સર્વોચ્ચ અદાલતનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમે માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અક્ષરશ: પાલન કરીશું.” તેમણે આગળ લખ્યું કે, “અસત્યના વાદળો સત્યના સૂર્યને થોડા સમય માટે છુપાવી શકે છે, પરંતુ સત્યનો આખરે હંમેશા વિજય થાય છે.”

પેપર લીકની તપાસ ચાલી રહી છે

આ દરમિયાન, NEET-UG પરીક્ષા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે, કેન્દ્રીય પ્રધાન રાજીવ રંજન (લલન) સિંહે કહ્યું કે, “સરકાર પણ કહેતી હતી કે પરીક્ષા પારદર્શક રીતે લેવામાં આવી છે, જો ક્યાંક પેપર લીક થયું છે વ્યક્તિગત ધોરણે તપાસ એજન્સીઑ તેની તપાસ કરી રહી છે અને કાર્યવાહી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે સરકારના સ્ટેન્ડને સમર્થન આપ્યું છે.”

આ પણ જૂઓ: એર ઈન્ડિયાએ તેલ અવીવની ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી, જુઓ ક્યાં કારણોસર લેવાયો નિર્ણય ?

Back to top button