ટોપ ન્યૂઝનેશનલ

બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા પર SCએ કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી

Text To Speech

સોમવારે સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની વહેલી મુક્તિ સામે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગેંગરેપ કેસમાં 11 દોષિતોની સજામાં ફેરફારને પડકારતી બિલ્કિસ બાનોની અપીલ પર કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને દોષિતોને મુક્તિ આપતી ફાઇલો સાથે 18 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન 11 દોષિતોએ બિલ્કીસ બાનો પર ગેંગરેપ કર્યો હતો અને તેના પરિવારના સભ્યોની હત્યા કરી હતી. ગુજરાત સરકારે ગુનેગારોને રાહત આપતા 15 ઓગસ્ટ 2022ના રોજ મુક્ત કર્યા હતા. તેની સામે બિલકિસ બાનોએ ફરી સુપ્રીમ કોર્ટમાં જઈને અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો : બિલકિસ બાનો કેસના દોષિત ભાજપના સાંસદ અને ધારાસભ્ય સાથે સ્ટેજ પર જોવા મળ્યા !
Bilkis Banoજસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નની બેંચે બિલકિસ બાનોની અરજી પર સુનાવણી કરી હતી. અગાઉ, 22 માર્ચે અરજીની સુનાવણી કરતી વખતે, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે બિલકિસ બાનોની અરજી પર સુનાવણી માટે નવી બેંચની રચનાનું આશ્વાસન આપ્યું હતું. દોષિતોની વહેલી મુક્તિ વિરુદ્ધ બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સાથે બીજી અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં બિલકીસ બાનોએ પણ સુપ્રીમ કોર્ટને તેના નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરી છે, જેમાં કોર્ટે ગુજરાત સરકારને ગુનેગારોને જલ્દી મુક્ત કરવા અંગે વિચારવાનો નિર્દેશ આપ્યો હતો.

Back to top button