ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેરળ: પેન્ડિંગ બિલ મામલે રાજ્યપાલ સામેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ

Text To Speech
  • કેરળમાં રાજ્યપાલ પર બિલ વિલંબ કરવાનો રાજ્ય સરકારનો આક્ષેપ
  • તમિલનાડુના કેસની સુનાવણી એક ડિસેમ્બર પર મુલતવી

નવી દિલ્હી, 20 નવેમ્બર: સુપ્રીમ કોર્ટે સોમવારે કેરળ સરકારની અરજી પર કેન્દ્ર સરકાર અને કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે. અરજીમાં કેરળ સરકારે રાજ્યપાલ પર આરોપ લગાવ્યો છે કે તેઓએ વિધાનસભામાં પસાર કરાયેલા ઘણા બિલોને મંજૂરી આપી રહ્યા નથી. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેપી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે વરિષ્ઠ વકીલ કેકે વેણુગોપાલની રજૂઆત પર કેન્દ્રને નોટિસ ફટકારી છે. આ અંગે આગામી 24 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. બીજી તરફ તમિલનાડુમાં પણ આ જ મુદ્દે કાનૂની લડાઈ ચાલી રહી છે અને તેની સુનાવણી એક ડિસેમ્બર પર મુલતવી રહી છે.

કેરળ સરકારે રાજ્યપાલ પર આક્ષેપ કર્યા

કેરળ સરકારનો દાવો છે કે રાજ્યપાલ તેમની સંમતિ અટકાવીને બિલને પસાર કરવામાં વિલંબ કરી રહ્યા છે. આમ, કરીને તેઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ 2 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. જેમાં કેરળ સરકારે કહ્યું કે રાજ્યપાલ રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂર કરવાના આક્ષેપો કર્યા હતા. કેકે વેણુગોપાલે કહ્યું કે આ એક સ્થાનિક સ્થિતિ છે. રાજ્યપાલને શું અંદાજો નથી કે તેઓ બંધારણની કલમ 168 હેઠળ વિધાનસભાનો હિસ્સો છે. કેટલાક બિલ છેલ્લા સાતથી 21 મહિનાથી પેન્ડિંગ પડ્યા છે.

તમિલનાડુમાં રાજ્યપાલ વિરુદ્ધ અરજી દાખલ

કેરળ સરકારની જેમ તમિલનાડુ સરકારે પણ રાજ્યપાલ આરએન રવિ પર બિલ પસાર કરવામાં વિલંબનો આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી. કોર્ટ આ કેસની સુનાવણી 1 ડિસેમ્બર સુધી ટાળી દીધી છે. સુપ્રીમ કોર્ટે 10 નવેમ્બરે તમિલનાડુના રાજ્યપાલ દ્વારા બિલોને મંજૂરી આપવામાં વિલંબને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પણ પાઠવી છે.

આ પણ વાંચો: તમિલનાડુ: રાજ્યપાલ દ્વારા પરત કરાયેલા બિલ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર

Back to top button