ગુજરાતટોપ ન્યૂઝ

ગોધરાકાંડના દોષીને  SCએ જામીન આપ્યાઃ 17 વર્ષથી હતો જેલમાં

Text To Speech

2002માં થયેલા ગોધરાકાંડમાં કોચ સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતને સુપ્રીમ કોર્ટે આજે જામીન આપ્યા છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. તે જોતા કોર્ટે આ જામીન મંજૂર કર્યા હતા. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેન્ચે દોષીતોમાંથી એક ફારુક માટે હાજર રહેલા વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતની નોંધ લીધી હતી કે તેને આજ સુધીના સમયગાળાને ધ્યાનમાં રાખીને જામીન આપવામાં આવે. આ મામલામાં ઘણા દોષિતોની સજા વિરુદ્ધની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ગુજરાત સરકારના વિરોધ છતાં ફારુકને જામીન આપવામાં આવ્યા હતા.

ગોધરાકાંડના દોષીને 17 વર્ષે SCએ જામીન આપ્યા hum dekhenge news

સરકારી વકીલ અને સુપ્રીમ આમનેસામને

ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ સૌથી જઘન્ય અપરાધ હતો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા અને દોષિતોની અપીલ પર વહેલી તકે સુનાવણી કરવાની જરૂર છે. જોકે તેની સામેની દલીલમાં સુપ્રીમે કહ્યુ કે તે છેલ્લા 17 વર્ષથી જેલમાં બંધ છે, તેથી તેને આજે જામીન આપવામાં આવે છે.

ફારૂક સહિત અન્ય કેટલાકને સાબરમતી એક્સપ્રેસના કોચ પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
મહેતાએ કહ્યું કે પથ્થરમારો સામાન્ય રીતે ગૌણ પ્રકૃતિનો ગુનો છે. મુસાફરો બહાર ન આવી શકે તે માટે ટ્રેનના કોચને બોલ્ટ કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ ઉપરાંત ફાયર ટેન્ડરો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Back to top button