ટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

SBIની ચેતવણી: SMS દ્વારા થઈ રહી છે મોટી છેતરપિંડી, સાવચેત રહો

Text To Speech
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના કરોડો ગ્રાહકોને આપી ચેતાવણી
  • સાયબર ગુનેગારો રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે ગ્રાહકોને મોકલી રહ્યા છે નકલી એપીકે લિંક્સ

HD ન્યૂઝ ડેસ્ક, 25 મે: જો તમારું અથવા તમારા પરિવારમાં કોઈનું પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. SBIએ તેના ખાતાધારકો માટે એલર્ટ જાહેર કર્યું છે. SBIએ તેના કરોડો યુઝર્સને મોટી ચેતવણી આપી છે. તેની ચેતવણીમાં બેંકે ગ્રાહકોને તેમના ફોન પર આવતા કપટપૂર્ણ સંદેશાઓથી બચવા કહ્યું છે. જો તમે પણ SBI નો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન રહેવું જોઈએ.

સ્પામ અને છેતરપિંડીના ઝડપથી વધી રહેલા મામલાઓને ધ્યાનમાં રાખીને SBIએ હવે ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. વાસ્તવમાં સાયબર ગુનેગારો નવી રીતે લોકોને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે. તાજેતરમાં રિવોર્ડ પોઈન્ટ કૌભાંડની નવી પદ્ધતિ પ્રકાશમાં આવી છે. આને લઈને હવે SBIએ ગ્રાહકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

સરકારી બેંક તરફથી મોટી ચેતવણી

SBI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેના ગ્રાહકોને ચેતવણી આપી છે. બેંકે પોસ્ટ કર્યું કે સાયબર ગુનેગારો રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે ગ્રાહકોને નકલી એપીકે લિંક્સ મોકલી રહ્યા છે. એપીકે એપ્લીકેશનને એન્ડ્રોઈડ ઓએસવાળા કોઈપણ ઉપકરણમાં ઈન્સ્ટોલ થાય છે.

 

SBIએ પોસ્ટ કરીને ગ્રાહકોને કહ્યું કે બેંક ક્યારેય SMS અથવા WhatsApp દ્વારા કોઈ લિંક મોકલતી નથી. બેંકે તેના ગ્રાહકોને SMS દ્વારા કોઈપણ લિંક પર ક્લિક કરવા અથવા કોઈપણ એપ્લિકેશન અથવા ફાઇલ ડાઉનલોડ કરવાથી દુર રહેવા કહ્યું છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રાહકોને તેની ઘણી બેંકિંગ ચેનલો પર પેમેન્ટ કરવા પર રિવોર્ડ પોઈન્ટ આપે છે. SBI તરફથી મળેલા દરેક પુરસ્કારની કિંમત 25 પૈસા છે. ઘણા યુઝર્સ ઘણા મહિનાઓ સુધી રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરતા નથી, જેના કારણે સારુ એવું બેલેન્સ ભેગું થતું હોય છે અને હેકર્સ આનો ફાયદો ઉઠાવે છે. સાયબર ગુનેગારો રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા અને લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવા માટે નકલી લિંક મોકલે છે.

આ પણ વાંચો: ગુજરાતઃ પોલીસકર્મીઓને વળતરનો કેસઃ આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ

Back to top button