બિઝનેસ

SBI સર્વર ડાઉન : બેંકની ઓનલાઈન સેવાઓ ઠપ થતા ગ્રાહકો પરેશાન

  • SBI યુઝર્સે Twitter પર બેંક સર્વરની ધીમી ગતિ અંગે મુશ્કેલીઓ શેર કરી
  • ઈન્ટરનેટ બેન્કિંગ, YONO અને UPI સેવાઓ બપોરે 1.30 થી 4.43 વાગ્યા સુધી ખોરવાઈ ગઈ
  • બેંક ઓથોરિટી દ્વારા અસુવિધા બદલ માફી માંગી ફરી પ્રયત્ન કરવા જણાવ્યું 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ઘણા ગ્રાહકો નેટ બેંકિંગ અને UPI સેવા માટે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક SBI યુઝર્સે માઈક્રોબ્લોગિંગ સાઈટ Twitter પર બેંક સર્વરની ધીમી ગતિ અંગે તેમની મુશ્કેલીઓ શેર કરી છે. આ ટ્વીટ્સમાં લોકોએ કહ્યું છે કે સર્વર ડાઉન છે અને બિન-રિસ્પોન્સિવ છે. SBIની સેવાઓમાં નેટ બેંકિંગ, UPI પેમેન્ટ્સ અને સત્તાવાર SBI એપ (YONO)નો સમાવેશ થાય છે. આ પહેલા પણ 1 એપ્રિલે SBIની ઓનલાઈન સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી.

1 એપ્રિલે પણ ઓનલાઈન સેવાઓમાં મુશ્કેલી આવી હતી

અગાઉ 1 એપ્રિલ, 2023ના રોજ, SBIએ સર્વર મેન્ટેનન્સની સૂચના આપી હતી. વાર્ષિક સમાપન પ્રવૃત્તિઓને કારણે, INB/YONO/UPI સેવાઓ બપોરના 1.30 થી 4.45 સુધી ઉપલબ્ધ રહેશે નહીં. ઈન્ટરનેટ બેન્કિંગ, YONO અને UPI સેવાઓ બપોરે 1.30 થી 4.43 વાગ્યા સુધી ખોરવાઈ ગઈ હોવાનું કહેવાય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વિટ કરીને આની જાણકારી આપી હતી.

આ પણ વાંચો : અદાણી જૂથનું SBIમાં 27000 કરોડનુ એક્સપોઝર : SBI ચેરમેન

સોમવારે સવારથી જ SBIના ગ્રાહકો પરેશાન હતા

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નેટ બેંકિંગ સહિતની ઘણી સેવાઓ સોમવારે સવારથી ઠપ થઈ ગઈ છે. ઘણા યુઝર્સે ફંડ ટ્રાન્સફરમાં સમસ્યાઓ અંગે પણ ફરિયાદ કરી છે. તમને જણાવી દઈએ કે SBIની ઈન્ટરનેટ બેંકિંગ સેવાઓ સિવાય UPI અને YONO એપ સંબંધિત સેવાઓ પણ કામ કરી રહી નથી.

આ પણ વાંચો : મેસ્સીનું SBI સાથે શું છે કનેક્શન ? જાણો સમગ્ર મામલો !

ગ્રાહકોએ વ્યવહારમાં સમસ્યાઓ અંગે ફરિયાદ કરી હતી

SBIનું સર્વર ડાઉન હોવાને કારણે અનેક ગ્રાહકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ કરી છે. ઘણા ગ્રાહકોએ જાણ કરી છે કે તેમના ક્રેડિટ કાર્ડની ચૂકવણીની પ્રક્રિયા પણ નથી થઇ રહી. બેંકની વેબસાઈટ પર ”something went wrong at the bank servers. Please Retry” સંદેશ પ્રદર્શિત થાય છે. ડાઉન ડિટેક્ટર, એક વેબસાઇટ કે જે વૈશ્વિક સ્તરે બેંક સર્વર્સમાં સમસ્યાઓને ટ્રેક કરે છે, તેણે પણ SBIની સેવાઓનો સામનો કરી રહેલી સમસ્યાઓ વિશે ટ્વિટ કર્યું છે.

આ પણ વાંચો : SBI ગ્રાહકો માટે ખુશ ખબર: હવે આ સેવા માટે બેંકનો કોઈ ચાર્જ નહીં લાગે

યુઝર્સ 32 કલાકથી સમસ્યાનો સામનો કરી રહ્યાની ફરિયાદ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક યુઝરે ટ્વીટ કર્યું છે કે SBIની આખી પેમેન્ટ ગેટવે છેલ્લા 32 કલાકથી કામ નથી કરી રહી. આ દરમિયાન બેંક તરફથી કહેવામાં આવ્યું કે પ્રિય ગ્રાહક, તમને થયેલી અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ. તમને વિનંતી કરવામાં આવે છે ફરીથી પ્રયત્ન કરો અને જો સમસ્યા ચાલુ રહે તો અમને જણાવો.

Back to top button