ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

SBIની હોમ લોન થઈ શકે છે મોંઘી, ઑટો અને પર્સનલ લોનના EMI વધી શકે છે

Text To Speech
  • SBI દ્વારા MCLR દર 8 ટકા પર નિર્ધારિત કરવામાં આવ્યો
  • એક મહિના કે ત્રણ મહિનાના સમયગાળા માટે MCLR દર 8.15 ટકાથી 8.20 ટકા કરવામાં આવ્યો
  • SBIના MCLR વધારાના કારણે અન્ય બેંકોના વ્યાજદરમાં વધારો થઈ શકે છે

નવી દિલ્હી, 15 ડિસેમ્બર: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શુક્રવારે MCLR ના લઘુતમ દરમાં પસંદગીની મુદત માટે 5-10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાની જાહેરાત કરી છે. મતલબ કે સામાન્ય લોકો માટે હોમ લોન, કાર લોન, પર્સનલ લોનની EMI વધી શકે છે. SBIની આ જાહેરાત બાદ લોન લેનારાઓ માટે ઑટો અથવા હોમ લોન જેવી લોન વધુ મોંઘી બનશે. દેશની અગ્રણી બેંકના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો હવે 8 ટકાથી 8.85 ટકાની વચ્ચે છે. નવા દરો 15 ડિસેમ્બરથી અમલમાં આવ્યા છે.

અન્ય બેંકો પણ લોન મોંઘી કરશે

SBI દ્વાર રાતોરાત MCLR દર 8 ટકા નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે એક મહિના અને ત્રણ મહિનાના સમયગાળા માટેના દર 8.15 ટકાથી વધારીને 8.20 ટકા કરવામાં આવ્યા છે. SBI બેંકિંગ ક્ષેત્રની અગ્રણી બેંક છે. તેથી એવી શક્યતા છે કે અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરશે અને વ્યાજદરમાં વધારો કરી શકે છે.

લોન લેનાર પર અસર

MCLRમાં વધારો થવાથી તમામ પ્રકારની લોનના માસિક હપ્તાઓ (EMI)માં વધારો થશે. હાલમાં લોન માટે અરજી કરી રહેલા ગ્રાહકોને મોંઘા વ્યાજ દરે લોન મળશે.

વધુમાં, જે ગ્રાહકોએ પહેલેથી જ લોન લીધી છે તેઓએ આ વધેલા દરે તેમના હવે પછીના હપ્તાઓ ચૂકવવા પડશે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે MCLR-આધારિત લોનનો રીસેટ સમયગાળો હોય છે, જે પછી લોન લેનારા માટે દરોમાં સુધારો કરવામાં આવે છે.

આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી E-KYC ફરજિયાત, સિમ કાર્ડ પણ નવા નિયમો મુજબ જ મળશે

Back to top button