ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

SBIએ ડેબિટ કાર્ડ યુઝર્સને આપ્યો ઝટકો, વાર્ષિક ચાર્જમાં કર્યો વધાર્યો, જાણો ક્યારથી થશે લાગુ

Text To Speech
  • SBIએ ડેબિટ કાર્ડની વાર્ષિક ફીમાં વધારો કર્યો
  • SBIના ક્લાસિક, યુથ, પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડની સાથે અન્ય ઘણા ડેબિટ કાર્ડની ફીમાં કરવામાં આવ્યો વધારો
  • ડેબિટ કાર્ડમાં વધારવામાં આવેલો ચાર્જ 1 એપ્રિલથી થશે લાગુ

HD ન્યૂઝ ડેસ્ક, 28 માર્ચ: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ડેબિટ કાર્ડ પર વાર્ષિક ચાર્જ વધાર્યો છે. આવી સ્થિતિમાં, તમારે SBI ડેબિટ કાર્ડ માટે પહેલા કરતા વધુ ચાર્જ ચૂકવવા પડશે. SBIની વેબસાઈટ અનુસાર નવા ચાર્જ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

SBIએ નીચે મુજબના ડેબિટ કાર્ડના ચાર્જમાં કર્યો વધારો

ક્લાસિક ડેબિટ કાર્ડ: એસબીઆઈ ક્લાસિક/સિલ્વર/ગ્લોબલ/કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ પર 200 રૂપિયા + GSTની વાર્ષિક ફી ચૂકવવાની રહેશે. પહેલા તે 125 રૂપિયા + GST ​​હતો.

યુવા ડેબિટ કાર્ડ: એસબીઆઈ તરફથી યુવા/ગોલ્ડ/કોમ્બો ડેબિટ કાર્ડ/માય કાર્ડ (ઇમેજ કાર્ડ) પર 250 રૂપિયા + GSTની વાર્ષિક ફી ચૂકવવાની રહેશે. પહેલા તે 175 રૂપિયા + GST ​​હતો.

પ્લેટિનમ ડેબિટ કાર્ડ: હવે તમારે SBI પ્લેટિનમ ડેબિટ કાર્ડ પર 325 રૂપિયા + GST ​​વાર્ષિક ફી ચૂકવવી પડશે. પહેલા તે 250 રૂપિયા + GST ​​હતો.

પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડ: હવે તમારે SBI પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડ પર વાર્ષિક 425 રૂપિયા + GST ​​ની ફી ચૂકવવી પડશે. પહેલા તે 350 રૂપિયા + GST ​​હતો.

ડેબિટ કાર્ડ ફી પર 18% GST

ડેબિટ કાર્ડ પર બેંક દ્વારા વસૂલવામાં આવતી વાર્ષિક ફી પર 18 ટકા GST વસૂલવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડ છે, તો તમારે હવે રૂ 425 + 76.5 (18% GST) = રૂ. 501.5 ચૂકવવા પડશે.

ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ થયા ફેરફાર

SBIએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ મોટા ફેરફાર કર્યા છે. SBI ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી પર રિવોર્ડ પોઈન્ટ હવે નહીં મળે. જો કે, ભાડાની ચુકવણી તમારા ખર્ચના માઈલસ્ટોનમાં ગણાશે. કેટલાક કાર્ડ માટે, આ નિયમ 1લી એપ્રિલથી અમલમાં મુકવામાં આવશે, તો કેટલાક કાર્ડ માટે આ નિયમ 15 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારતમાં ગેમિંગ કંપનીઓનો બિઝનેસે જોર પકડયું છે, 2028 સુધીમાં આવક $6 બિલિયન સુધી પહોંચી જશે

Back to top button