ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

SCની ફટકાર બાદ SBIએ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બૉન્ડ સંબંધિત તમામ ડેટા સોંપ્યો

Text To Speech

નવી દિલ્હી, 21 માર્ચ: સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું કે ચૂંટણી પંચને ચૂંટણી બૉન્ડની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. SBIના ચેરમેને કહ્યું કે ઈલેક્ટોરલ બૉન્ડ કેસમાં 18 માર્ચે આપવામાં આવેલા આદેશનું પાલન કરવામાં આવ્યું હતું. ખરીદેલા અને રોકડ કરવામાં આવેલા તમામ બૉન્ડની સંપૂર્ણ વિગતો ચૂંટણી પંચને આપવામાં આવી છે. તમામ બૉન્ડના નંબર પણ જણાવવામાં આવ્યા છે.

SBIએ ECIને સંપૂર્ણ માહિતી આપી

એફિડેવિટમાં મુજબ,  ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બૉન્ડના તમામ નંબરોની માહિતી પણ આપવામાં આવી છે.  SBIના ચેરમેન દિનેશ ખરાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે બેન્કે ECIને ઈલેક્ટોરલ બૉન્ડ (EB) ખરીદનારનું નામ, EBની વિશિષ્ટ સંખ્યા, EBને રિડીમ કરનારા પક્ષનું નામ અને પક્ષના બેન્ક ખાતાના છેલ્લા ચાર અંકો આપ્યા છે. એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી બૉન્ડની અન્ય કોઈ વિગતો હવે બેન્ક પાસે નથી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે SBIને એફિડેવિટ દાખલ કરવા માટે 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.

SCની ફટકાર બાદ SBI તમામ માહિતી સોંપી

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બૉન્ડની તમામ માહિતી ચૂંટણી પંચને સોંપી દીધી છે. ચૂંટણી પંચને આપવામાં આવેલા ડેટામાં ઈલેક્ટોરલ બૉન્ડના તમામ યુનિક નંબર સામેલ થાય છે. આ યુનિક નંબરો દ્વારા દાન મેળવનાર દાતાઓ અને રાજકીય પક્ષોની માહિતી ઉપલબ્ધ થશે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં SBI દ્વારા આપવામાં આવેલી વિગતોને તેની વેબસાઈટ પર અપલોડ કરી શકે છે. SBIએ અગાઉ ચૂંટણી પંચને બે યાદીઓ આપી હતી, જેને ચૂંટણી પંચે 14 માર્ચે તેની વેબસાઇટ પર જાહેર કરી હતી.

આ પણ વાંચો: પત્રકારે ચૂંટણી બૉન્ડ અંગે SBI ઉપર ગંભીર આક્ષેપ કર્યો, પછી શું થયું જાણો

Back to top button