ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

SBI અને Goldman Sachsએ બજેટ માટે આપી સલાહ, ડિપોઝિટ પર ટેક્સ સિસ્ટમમાં ફેરફાર જરૂરી

  • 23 જુલાઈના રોજ રજૂ થનારા બજેટને લઇ અલગ-અલગ અહેવાલો દ્વારા સરકારને અનેક મોરચે સલાહ આપી
  • મોદી 3.0 ના પ્રથમ બજેટમાં થાપણો પરની ટેક્સ સિસ્ટમમાં ફેરફાર જોવા મળી શકે

નવી દિલ્હી, 09 જુલાઈ : મોદી 3.0 ના પ્રથમ બજેટમાં પેન્શન યોજનાઓમાં સુધારાની સાથે થાપણો પરની ટેક્સ સિસ્ટમમાં ફેરફાર જોવા મળી શકે છે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને રોજગારીનું સર્જન કરવા માટે કેટલીક જાહેરાતો પણ થઈ શકે છે. 23 જુલાઈ, 2024 ના રોજ રજૂ થનારા સંપૂર્ણ બજેટ માટે SBI રિસર્ચ અને ગોલ્ડમેન સૅક્સે અલગ-અલગ અહેવાલો દ્વારા સરકારને અનેક મોરચે સલાહ આપી છે.

SBI રિસર્ચે તેના રિપોર્ટમાં શું કહ્યું ?

SBI રિસર્ચે તેના રિપોર્ટમાં કહ્યું કે, બજેટમાં સરકારે અન્ય એસેટ ક્લાસની જેમ બેંક ડિપોઝિટ પર ટેક્સ લગાવવા, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને અન્ય પેન્શન પ્રોડક્ટ્સમાં સુધારો કરવા અને ગ્રાહક નિવારણ સિસ્ટમમાં સુધારો કરવા પર ધ્યાન આપવું જોઈએ. પેન્શન સિસ્ટમના મોરચે, બજેટ રોકાણના વિકલ્પોમાં લવચીકતા લાવી શકે છે અને ફુગાવાથી સુરક્ષિત વાર્ષિકી ઉત્પાદનો રજૂ કરી શકે છે.

આ પણ વાંચો : યુક્રેનમાં બાળકોની હોસ્પિટલ સહિત પાંચ સ્થળોએ રશિયાનો હુમલો, 30થી વધુ લોકોના મૃત્યુ

સમાન ટેક્સ લાદવાની વ્યવસ્થા કરવી જોઈએ…

SBIના મુખ્ય આર્થિક સલાહકાર અને અહેવાલના લેખક સૌમ્યકાંતિ ઘોષે જણાવ્યું હતું કે, ઘરેલું બચત વધારવા માટે, સરકારે મ્યુચ્યુઅલ ફંડ/ઇક્વિટી માર્કેટ જેવી મેચ્યોરિટી પર બેંક ડિપોઝિટ પરના વ્યાજ પર સમાન ટેક્સ લાદવાની વ્યવસ્થા કરવી જોઈએ જો આપણે મ્યુચ્યુઅલ ફંડના અનુરૂપ થાપણ દરોને આકર્ષક બનાવીએ, તો ઘરગથ્થુ નાણાકીય બચતને પ્રોત્સાહન મળી શકે છે. લોકો વધારાનો ખર્ચ કરશે, જેનાથી સરકારને GSTની વધુ આવક થશે. ગોલ્ડમેન સાચે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, સરકાર મેન્યુફેક્ચરિંગ અને MSMEsને સરળ ધિરાણ, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોનું વિસ્તરણ કરીને સેવાઓની નિકાસ અને સ્થાનિક ખાદ્ય પુરવઠા શૃંખલા પર ભાર આપીને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપી શકે છે.

MSME: અલગ PLIની જરૂરિયાત, આયાત નિર્ભરતા ઘટશે

માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) ની ભૂમિકાને ધ્યાનમાં લેતા, SBI રિસર્ચએ આ ક્ષેત્ર માટે અલગ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમની હિમાયત કરી છે. અહેવાલ મુજબ, MSMEs દેશની નિકાસમાં 45 ટકા અને ઉત્પાદનના કુલ મૂલ્યવૃદ્ધિમાં 40 ટકા યોગદાન આપે છે. MSMEs માટે સમર્પિત PLI સ્કીમ માત્ર તેમના વિસ્તરણને જ નહીં પરંતુ આયાત પરની ભારતની નિર્ભરતાને પણ ઘટાડશે. ખાસ કરીને ચીન જેવા દેશોમાંથી. લક્ષ્યાંકિત પ્રોત્સાહનો અને સમર્થન સાથે MSME ને સશક્ત કરીને, ભારત તેની આત્મનિર્ભરતા વધારી શકે છે અને વૈશ્વિક બજારમાં તેની સ્થિતિ મજબૂત કરી શકે છે.

કલ્યાણકારી પગલાં માટે મર્યાદિત અવકાશ

ગોલ્ડમૅન સૅક્સે જણાવ્યું હતું કે, સરકારી દેવાના ઊંચા સ્તરને કારણે અર્થતંત્રને ઉત્તેજીત કરવા માટે કલ્યાણકારી પગલાં લેવાની રાજકોષીય જગ્યા મર્યાદિત છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ રાજકોષીય ખાધને 5.1 ટકા સુધી મર્યાદિત કરવાના વચગાળાના બજેટમાં જાહેર કરાયેલા લક્ષ્યને વળગી રહી શકે છે. બીજી તરફ, એસબીઆઈએ જણાવ્યું હતું કે, રાજકોષીય મોરચે ધ્યાન કેન્દ્રિત કરીને, સરકારે 4.9 ટકાની રાજકોષીય ખાધનું લક્ષ્ય રાખવું જોઈએ.

આ પણ વાંચો : ED અને તિહાર જેલ સત્તાધીશો પાસેથી CM કેજરીવાલની અરજી સંદર્ભે હાઇકોર્ટે માંગ્યો જવાબ

Back to top button