ટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

FD પર ફરી નહિ મળે આટલું સારું વ્યાજ, 31 માર્ચે SBIની આ બે સ્કિમ બંધ થશે

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક :   દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક – SBIની બે સૌથી વધુ વળતર આપતી FD યોજનાઓ 31 માર્ચે બંધ થવા જઈ રહી છે. આ બંને SBI ની ખાસ FD સ્કિમ છે. SBI ની અમૃત વૃષ્ટિ યોજના એક ખાસ FD યોજના છે જેનો સમયગાળો 444 દિવસનો છે. આ ઉપરાંત, અમૃત કળશ એ 400 દિવસની મુદત સાથેની બીજી એક ખાસ FD યોજના છે. આ બે FD યોજનાઓ દ્વારા SBI તેના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે. SBI ની આ બંને યોજનાઓ, જે FD પર સૌથી વધુ વ્યાજ આપે છે, તે 31 માર્ચ, સોમવારના રોજ બેંક બંધ થતાંની સાથે જ બંધ થઈ જશે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

અમૃત વૃષ્ટિ એફડી સ્કિમ
SBIની અમૃત વૃષ્ટિ સ્પેશિયલ FD યોજના 444 દિવસની યોજના છે. SBIની આ યોજના પર, સામાન્ય ગ્રાહકોને 7.25 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ 7.75 ટકા વ્યાજ મળી રહ્યું છે.

અમૃત કળશ એફડી સ્કિમ
SBI ની અમૃત કળશ સ્પેશિયલ FD યોજના 400 દિવસની યોજના છે. SBIની આ યોજના પર, સામાન્ય ગ્રાહકોને 7.10 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ 7.60 ટકા વ્યાજ મળી રહ્યું છે.

SBIમાં 7 દિવસથી 10 વર્ષ સુધી FD કરવાનો વિકલ્પ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ બે ખાસ એફડી યોજનાઓ હેઠળ મહત્તમ 3 કરોડ રૂપિયા જમા કરાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે SBIમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી FD કરી શકાય છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક તેના ગ્રાહકોને FD પર 3.50 ટકાથી 7.75 ટકા (અમૃત વર્ષિખા પર વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતું વ્યાજ) સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે. જો તમે SBI ની ખાસ FD યોજનાથી મોટો નફો મેળવવા માંગતા હો, તો તમારી પાસે ફક્ત થોડા જ દિવસો બાકી છે.

આ પણ વાંચો : હાલમાં ભારતની એરલાઈન કંપનીઓ પાસે કેટલા વિમાન છે? સંસદમાં આંકડા રજૂ થયા

Back to top button