બુદ્ધ પુર્ણિમાં અને ચંદ્રગ્રહણ પર ભદ્રાનો સાયોઃ ખાસ કરજો આ ઉપાય
- 2023ના વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ બુદ્ધપુર્ણિમાના દિવસે
- ચંદ્ર ગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં આરંભ થશે
- ગ્રહણના મધ્યકાળ તેમજ મોક્ષ કાળના સમયે વિશાખા નક્ષત્રમાં હશે
5 મે 2023, શુક્રવારના દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઇ રહ્યુ છે. આ દિવસે વૈશાખ પુર્ણિમાં અને બુદ્ધ પુર્ણિમા છે. સાથે ભદ્રાનો સાયો પણ છે. આ ચંદ્ર ગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં આરંભ થશે અને ગ્રહણના મધ્યકાળ તેમજ મોક્ષ કાળના સમયે વિશાખા નક્ષત્રમાં હશે. આ ગ્રહણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક ભૌગોલિક ઘટના છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણની ઘટનાને મહત્ત્વની માનવામાં આવી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પુર્ણિમાની રાતે જયારે રાહુ અને કેતુ ચંદ્રમાને ગળી જવા લાગે છે ત્યારે ગ્રહણ આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું મહત્ત્વ દર્શાવતા કેટલાક ઉપાયો પણ જણાવાયા છે. આ ઉપાય કરવાથી ગ્રહ-નક્ષત્ર અનુકુળ રહે છે અને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
આ ઉપાયથી ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર ગ્રહણના સમયે કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ મજબૂત બનાવવા માટે તુલસી દળને મોંમા રાખીને ચંદ્રમાના બીજ મંત્ર કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આમ કરવાથી ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવ દુર થાય છે અને કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ મજબૂત થાય છે.
ચંદ્રગ્રહણના ઉપાયથી દુર થાય છે દરિદ્રતા
આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે ચંદ્રગ્રહણ બાદ પાણીમાં ગંગાજળ નાંખીને સ્નાન કરો. ત્યારબાદ કંબલ અને ભોજનનું દાન આપો, કાળી ગાયના ઘીનો દીવો કરીને અખંડ જ્યોત કરો. આમ કરવાથી દરિદ્રતા દુર થશે. ચંદ્રગ્રહણ સમયે સફેદ વસ્તુઓ ભાત, ચોખા, દુધ, દહીં, સફેદ કપડા, મીઠાઇ વગેરેનું દાન કરવાનું શુભ મનાયુ છે.
ચંદ્રગ્રહણના આ ઉપાયોથી વેપારમાં વૃદ્ધિ થશે
જો તમે નોકરી શોધી રહ્યા હો કે પછી ઓફિસમાં સહકર્મચારીઓના કારણે કોઇ ને કોઇ સમસ્યા આવે છે તો ચંદ્રગ્રહણ બાદ મીઠઆ ભાત બનાવીને કાગડાને ખવડાવો. એવી માન્યતા છે કે આમ કરવાથી કારકિર્દીમાં સફળતા મળે છે. સાથે સાથે અશુભ ગ્રહોનો પ્રભાવ પણ ઘટે છે.
આ ઉપાયથી દુર થશે આર્થિક સમસ્યા
આર્થિક સમસ્યા આવતી હોય અને મહેનત કર્યા બાદ પણ સફળતા ન મળતી હોય તો ચંદ્રગ્રહણના દિવસે એક તાળુ ખરીદો અને ગ્રહણના સમયે તાળાને સામે રાખી દો. ત્યારબાદ આગામી દિવસે સવારે તાળુ ખોલો અને તેને કોઇ મંદિરમાં દાન કરો. આમ કરવાથી આર્થિક પ્રગતિમાં આવી રહેલી બાધા દુર થશે અને અટકેલા કામમાં સફળતા મળે છે.
આ પણ વાંચોઃ પેટની ગરમીથી છો પરેશાન? જાણો લક્ષણો અને આ રીતે કરો ઇલાજ