‘તમારું અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે…’ કહીને કરી રૂ. 56 લાખની છેતરપિંડી
ગુરુગ્રામ, 16 ફેબ્રુઆરી : સાયબર ક્રાઇમની દુનિયામાં સાયબર ગઠિયાઓને કોઈનો ડર લાગતો હોય તેવું લાગતું નથી, રોજ ને રોજ નવા નવા સાયબર ક્રાઇમના કિસ્સા સામે આવતા જ હોઇ છે, જેમાં કોઈ સરકારી અધકારીના નામે તો કોઈ એકટર તો કોઈ પોલીસના નામ પર છેતરપિંડી કરે છે, તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સાયબર છેતરપિંડી કરનારાઓએ પોતાને પોલીસ બતાવીને ગુરુગ્રામમાં લોકોને છેતર્યા છે. આ કિસ્સામાં છેતરપિંડી કરનારાઓએ એક વ્યક્તિને બોલાવીને 56 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. આ કેસમાં પીડિતને અંડરવર્લ્ડ સાથે કનેક્શનના નામે ડરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો નોટિસથી લઈને ડિજિટલ ધરપકડ સુધીનો કેસ ચાલતો રહ્યો. ચાલો જાણીએ આ સંપૂર્ણ ઘટના વિશે..
સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આવી જ એક પદ્ધતિ ડિજિટલ જેલ અથવા વર્ચ્યુઅલ જેલ છે. આ પ્રકારની છેતરપિંડીઓમાં સ્કેમર્સ સીબીઆઈ અથવા પોલીસ અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છે અને લોકોને ફસાવે છે. ગુરુગ્રામથી પ્રકાશમાં આવેલા આ કિસ્સામાં સાયબર છેતરપિંડી કરનારાઓએ પીડિતને બંધક બનાવીને તેની છેતરપિંડી કરી છે.
રમત ક્યારે શરૂ થઈ?
બુધવારે પોલીસે આ મામલે FIR નોંધી છે. સેક્ટર 51માં રહેતા દેબરાજ મિત્રાએ ફરિયાદ નોંધાવી છે કે, 11 ફેબ્રુઆરીના રોજ દેબરાજને મુંબઈથી એક ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે કસ્ટમ વિભાગ દ્વારા એક કન્સાઈનમેન્ટ પકડવામાં આવ્યું છે, જે તાઈવાનથી ભારતમાં આવ્યું છે. આ કન્સાઈનમેન્ટમાં પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ, નાર્કોટિક્સ અને લેપટોપ જેવી ઘણી વસ્તુઓ છે. આ પછી ફોન કરનારે દેબરાજને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે વાત કરવાનું કહ્યું.
એએસઆઈ તરીકે ઓળખાણ આપતા કોલરે સ્કાયપે દ્વારા દેબરાજનો સંપર્ક કર્યો અને તેના આધાર કાર્ડની માહિતી અને ફોટોગ્રાફ્સ માંગ્યા. તેણે એવો દાવો પણ કર્યો હતો કે, તે તપાસ કરશે કે પીડિતનું આધાર કાર્ડ મુંબઈના અંડરવર્લ્ડ મની લોન્ડરિંગ સંબંધિત કેસ સાથે જોડાયેલું છે કે નહીં.
24 કલાકની ડિજિટલ ધરપકડ
પીડિતએ વધુમાં જણાવ્યું કે તેને વીડિયો કોલ દ્વારા 24 કલાક સુધી દેખરેખમાં રાખવામાં આવ્યો હતો. આટલું જ નહીં સ્કેમર્સે સ્કાઈપ દ્વારા નોટિસ પણ મોકલી હતી. આ નોટિસ અનુસાર, CBI નાણા વિભાગ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને તેઓ મની લોન્ડરિંગની તપાસ કરી રહ્યા છે. તેમજ, રવિવારે સીબીઆઈ ઓફિસ બંધ રહેશે, તેથી ડીસીપી સોમવારે તેનો સંપર્ક કરશે. પીડિતને રવિવારે નજરકેદ રાખવામાં આવ્યો હતો. આ પછી સોમવારે તેને એક ફોન આવે અને તે જણાવે છે કે, તે પોતે મુંબઈ સાયબર ક્રાઈમ ડીસીપી છે, અને તેનું નામ બાલ સિંહ રાજપૂત છે. સાથે જ તેણે કહ્યું કે, તેના એફડી, સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડ સહિત તેના તમામ રોકાણોને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે જેથી તે બધા પર નજર રાખી શકાય.
આતંકવાદી સંગઠન સાથે જોડાણ
આ ઉપરાંત, સ્કેમર્સે એમ પણ કહ્યું કે આ બધા વ્યવહારોનું આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે. ત્યારબાદ તેને એક બેંક ખાતા નંબર આપવામાં આવ્યો અને તેને તેમ પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું, પીડિતના કહેવા પ્રમાણે, તેણે આપેલા બેંક ખાતામાં 56,70,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. સાથે જ, કૌભાંડીઓએ વચન આપ્યું હતું કે તપાસ બાદ તેમના પૈસા પરત કરવામાં આવશે. આ બાબતે તેને શંકા જતાં તેણે પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને બુધવારે આ મામલે FIR નોંધી હતી. અને તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે તેમજ ગુનેગારોને પકડવાના પ્રયાસો ચાલુ છે.
કેવી રીતે બચવું આવા સ્કેમથી
તાજેતરમાં આવા ઘણા કિસ્સા બનતા જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તમને પણ આવો ફોન આવે તો સાવધાન. કાયદાની ભાષામાં સાયબર ધરપકડ જેવો કોઈ શબ્દ નથી. તેથી, જો કોઈ વ્યક્તિ Skype અથવા અન્ય પ્લેટફોર્મ દ્વારા તમારો સંપર્ક કરે છે અને પોલીસ કાર્યવાહી કરવાની વાત કરે તો ચોક્કસ તે સ્કેમ હશે. તેથી જો તમને આવો કોઈ કોલ આવે તો તમે પોલીસનો સંપર્ક કરો. કૌભાંડીઓ વારંવાર લોકોને ડરાવવા માટે પોલીસના નામે ફોન કરે છે. આવા કોઈપણ કિસ્સામાં, તમારી અંગત માહિતી કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરવી નહીં.
આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીની રેલીમાં સિંહ છોડનાર ખેડૂત નેતા કોણ હતા?