ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સયાની ગુપ્તાએ ભારતીય પુરુષોને અસંસ્કારી કહ્યા, જાણો શા માટે

  • માયાનગરીમાં એક દાયકાથી વધુની તેમની કારકિર્દી
  • તાજેતરમાં અભિનેત્રી કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ ઝ્વેઇગાટોમાં જોવા મળ્યા હતા

મુંબઈ, 30 ઑક્ટોબરઃ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી સયાની ગુપ્તાએ ભારતીય પુરુષોને અસંસ્કારી ગણાવ્યા છે. આ અભિનેત્રીએ અચાનક આવું શા માટે કહ્યું? તેને એવા કયા અનુભવ થયા કે તેણે તમામ ભારતીય પુરુષોને અસંસ્કારી ગણાવી દીધા? કોણ છે સયાની ગુપ્તા?

સયાની ગુપ્તા વાસ્તવમાં અભિનેત્રી છે જેણે ફિલ્મો અને વેબ સિરીઝમાં અલગ-અલગ રોલ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. માયાનગરીમાં એક દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં તેમણે ફેન, માર્ગારીટા વિથ અ સ્ટ્રો, આર્ટિકલ 15 અને પાર્ચ્ડ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં અભિનેત્રી કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ ઝ્વેઇગાટોમાં જોવા મળ્યા હતા. સયાની ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે ભારતીય પુરુષોને અસંસ્કારી ગણાવ્યા છે.

 

ભારતીય પુરુષોને ગણાવ્યા અસંસ્કારી

અભિનેત્રીએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નોટ શેર કરી છે. આ નોટમાં અભિનેત્રીએ ભારતીય પુરૂષોને અસંસ્કારી ગણાવ્યા છે. કેટલાક અસંસ્કારી વર્તનનું અવલોકન કર્યું છે. ફ્લાઇટ દરમિયાન પોતાનો અનુભવ શેર કરતા તેણે કહ્યું કે એક વ્યક્તિએ તેની બેગ મારા ચહેરા પર મારી દીધી હતી અને તેને તેનો ખ્યાલ પણ ન આવ્યો.

નોટ લખી કહી આ વાત

સયાની ગુપ્તાએ નોટમાં લખ્યું છે કે, ફ્લાઇટમાં ભારતીય પુરુષોનું વર્તન અસંસ્કારી છે. તેઓ પોતે કઈ જગ્યાએ છે તેના પર ધ્યાન આપ્યા વિના મોટેથી ફોન કૉલ, ખાંસી કે છીંક ખાવા જેવું વર્તન કરતા હોય છે જે અસંસ્કારી ગણાય. એક પુરુષની બેગ તો છેક મારા ચહેરા નજીક આવી ગઈ હતી જેથી મને વાગી જાત, પરંતુ એ વાતનો તેને ખ્યાલ પણ ન આવ્યો જ્યારે બાકીના બધા લોકો એ દૃશ્ય જોઇને મારી સામે આઘાતમાં જોઈ રહ્યા હતા. અભિનેત્રીએ આગળ કહ્યું, હા તમારામાંથી ઘણા આ વાંચીને આ સાથે સહમત નહીં થાય. સયાની ગુપ્તાની આ નોટ પર સોશિયલ મીડિયા યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

યુઝર્સે કહ્યું- મહિલાઓ પણ ઓછી નથી

અભિનેત્રીના ચાહકો આના પર સહમત દેખાતા હતા પણ કેટલાક લોકો એવા હતા જેઓ સયાની સાથે સંપૂર્ણપણે અસંમત હતા. એક યુઝરે કમેન્ટ કરી, જો આપણે કહીએ કે બધી છોકરીઓ સરખી હોય છે તો તેને ખરાબ લાગશે. બીજાએ કહ્યું, શિષ્ટાચારના મામલે મહિલાઓ કોઈથી ઓછી નથી.એક યુઝરે કહ્યું, મારે ફ્લાઇટમાં આવી અસંસ્કારી મહિલાઓ સાથે વ્યવહાર કરવો પડ્યો છે. બીજાએ લખ્યું, જો તમને લાગે કે પશ્ચિમના પુરુષો અલગ છે એવું નથી દરેક જગ્યાએ અસંસ્કારી લોકો છે.

આ પણ વાંચો, ઉત્તર ભારતનાં રાજ્યોમાં પરાળી સળગાવવાના કેસમાં ઘટાડાના આ છે કારણો

Back to top button