કામને દિવાળી પર કહો બાય-બાય, કંપનીને એ દિવાળી પર કર્મચારીઓને આપી આવી ભેટ !
ન્યૂયોર્ક : દેશમાં તહેવારોની સીઝન ચાલી રહી છે અને દરેક વ્યક્તિ તહેવારો પોતાના પરિવારજનો સાથે ઉજવવા ઈચ્છે છે. પણ તેમા સૌથી મોટો અવરોધ બનતો હોય તો તે છે તેમની નોકરી છે. કર્મચારીઓની આ મુશ્કેલીઓને જોતાં અમેરિકન કંપનીએ પોતાને ત્યાં કામ કરતા ભારતીય કર્મચારીઓને દસ દિવસનું દિવાળીનું વેકેશન આપ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે, કામને સ્વિચ ઓફ કરો અને કુટુંબ સાથે દિવાળીનો આનંદ માણો. ન્યૂયોર્ક સ્થિત કંપનીએ તેના ભારતીય કર્મચારીઓને આ ભેટ આપી છે.
કંપનીએ ફેસ્ટિવલ સીઝનમાં કર્મચારીઓને મોટો બ્રેક આપવાની જાહેરાત કરી છે. તેમા કહેવામાં આવ્યું છે કે, કર્મચારી પોતાના કામથી બ્રેક લઈને કુટુંબ સાથે તહેવાર માણી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે તે પોતાના કર્મચારીઓના માનસિક આરોગ્ય અને વેલ બેઇંગને પ્રાથમિકતા આપી રહી છે.કંપનીએ જણાવ્યું હતું કે, કામમાં ફ્લેક્ષીબ્લીટી અને ઉત્સાહને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે. દસ દિવસના દિવાળી વેકેશન અંગે વાત કરતા કંપનીએ જણાવ્યું હતું કે, તેનો હેતુ કર્મચારીઓને વ્યસ્ત દિનચર્યામાં રાહત આપવાનો છે અને તેની સાથે તહેવારોની સીઝનમાં તેઓ પરિવારજનો સાથે ક્વોલિટી ટાઇમ વીતાવી શકે તે છે. કંપનીના જણાવ્યા મુજબ એમ્પ્લોયી પોલિસી ફર્સ્ટની ધારણા હેઠળ આ પોલિસીને પહેલા 2021 ના રોજ શરુ કરવામાં આવી હતી.કંપનીની પીપલ એન્ડ કલ્ચરની ચીફ પ્રીતિ શેટ્ટીએ જણાવ્યું હતું કે, 2022 નું વર્ષ અમારા માટે અત્યંત મહત્વનું રહ્યું છે. તેનું કારણ છે કે અમારો કારોબાર મજબૂત થયો છે. તેમણે જણાવ્યું હતું કે, એક બ્રાન્ડ તરીકે અમારી સફળતા અમારા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આકરી મહેનતનું પરિણામ છે. દસ દિવસનો દિવાળી બ્રેક તે કંપનીની કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાની એક પદ્ધતિ છે.
આ પણ વાંચો : દિવાળીએ સૌરાષ્ટ્રમાં વતન જતા પરિવારોને સાઈરન વાળા ડિજિટલ લોક ઘર પર લગાડવા સુરત પોલીસની સૂચના
આ પહેલા ઓનલાઇન શોપિંગ સાઇટે પણ તેના કર્મચારીઓને આ પ્રકારની બમ્પર ભેટ આપી હતી. તેણે ૨૨ ઓક્ટોબરથી પહેલી નવેમ્બર સુધી ૧૧ દિવસના રિસેટ એન્ડ રિચાર્જ બ્રેકની જાહેરાત કરી હતી.