ગુજરાત

લો બોલો, ધંધાના નામે વેપારીનું અપહરણ કરી કોરા કાગળમાં સહી લઈ લીધી

  • વેપારીને મંડપ બાંધવાનો છે તેમ કહીને બોલાવવામાં આવ્યો હતો.
  • નંબર વગરની કારમાં ચાર શખ્સોએ વેપારીનું અપહરણ કર્યું હતું.
  • અપહરણ કરીને વેપારીના કોરા કાગળમાં સહીઓ અને અંગૂઠાના નિશાન લઈ લીધા હતાં.

કલોલ: કલોલ પાસેના ઉષ્માનાબાદ ગામે રહેતા વેપારીનું અપરણ કરવામાં આવતા વેપારી મંડળમાં ભય ફેલાઈ ગયો હતો. ચાર લોકોએ સ્વીફ્ટ કારમાં તેનું અપહરણ કરીને તેને હાથના અંગૂઠા ના નિશાન અને કેટલાક કોરા કાગળો ઉપર તેની સહીયો કરાવી લીધી હતી. વેપારીને મંડપ બાંધવાના બહાને બોલાવવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે વેપારીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે વેપારીનું અપહરણ કર્યું?

ઉષ્માનાબાદ ગામના વેપારી શંકરભાઈ દેવકરણભાઈ પ્રજાપતિ, જે વ્યવસાયે મંડપ ડેકોરેશનનો ધંધો કરે છે. જેઓને થોડા સમય પહેલાં મંડપ બંધાવાને લઈને ફોન આવ્યો હતો. ફોનમાં તેમને જાસપુર કેનાલ પાસે ઢાળ ઉતરતા મંડપ બંધાવાનો હોવાનુ કહ્યું હતું. ત્યાર બાદ વેપારીને તેમનો ફોન ના આવતા તેમણે સામેથી ફોન કરીને પુછ્યું કે ક્યારે તમારે મંડપ બંધાવાનો છે, તો ગ્રાહક બનીને જે માણસે ફોન કર્યો હતો તેમણે કહ્યું કે વાવાઝોડાના કારણે કાર્યક્રમ બંધ રાખેલ છે.

સમય જતાં તેમને ફરીથી ફોન આવ્યો હતો અને કહે કે તમે અહીં જાસપુર કેનાલ પાસે આવી જાઓ હું અહીં ઊભો છું તેમ કહેતા વેપારી શંકરભાઈ પ્રજાપતિ પોતાની કાર લઈને જાસપુર કેનાલ પાસે પહોંચ્યા હતા ત્યારે નંબર વગરની કાર આગળ ચાર લોકો હાજર હતા અને તેઓએ મંડપ બાબતે વાતચીત કરી, ભાવતાલ કર્યો હતો અને વેપારીને પાણી પીવડાવવાના બહાને કારની નજીક લઈ જવામાં આવ્યો હતો.

લો બોલો, ધંધાના નામે વેપારીનું અપહરણ કરી કોરા કાગળમાં સહી લઈ લીધી

વેપારી જેવા પાણી પીવાની બોટલ લેવા નીચે નમ્યા તેવા સમયે પાછળ ઉભેલા બે લોકોએ તેને ધક્કા મારીને અંદર બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો, કારમાં બેસાડ્યા બાદ એ કાર ભગાવી મૂકી હતી અને કારમાં વેપારીને લાફા મારવામાં આવ્યા હતા. આ સાથે જ વેપારી જોડે કાગળો ઉપર તેની સહીઓ લઈ લેવામાં આવી હતી, પછી પાછળ આવેલી કારમાંથી રજીસ્ટર લઈને વેપારીના ડાબા હાથના અંગૂઠાનો નિશાન પણ લઈ લેવામાં આવ્યા હતાં અને તે પછી કાર જાસપુર કેનાલ પાસે લાવી જ્યાં વેપારીને તેની કાર પાસે છોડી દેવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથધરી

લો બોલો, ધંધાના નામે વેપારીનું અપહરણ કરી કોરા કાગળમાં સહી લઈ લીધી

વેપારી જોડેથી સહી કરાવ્યા બાદ જો તે આ વાત કોઈને કરશે તો તેને કેનાલમાં ફેંકી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ બનતાની સાથે જ વેપારીએ આ અંગે કલોલ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરતાંની સાથે જ પોલીસે વેપારીની ફરિયાદના આધારે અપરણ કરનાર અજાણ્યા ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: નવુ શૈક્ષણિક વર્ષતો શરુ થઈ ગયું પણ પ્રવાસી શિક્ષકોની નિમણૂંક ક્યારે?

Back to top button