ગુજરાત

લો બોલો, રૂ.2000ની નોટબદલીમાં 3 મહીનામાં 2000 કરોડ બેંકોમાં ડિપોઝીટ આવી

  • લગભગ 90 જેટલી રકમ ખાતેદારોએ બેંકોમાં જમા કરાવી
  • 30 સપ્ટેમ્બર સુધી લોકો બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલાવી શકશે
  • કો.ઓપરેટિવ બેંકોમાં ખાતેદારોએ આશરે 600 કરોડ જમા કરાવ્યા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રૂપિયા 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાના નિર્ણયને 3 મહીનાનો સમય વીતી ગયો છે અને ૩૦ સપ્ટેમ્બર સુધી લોકો તેમના એકાઉન્ટમાં રુપિયા 2000ની નોટ જમા કરાવી શકે છે. આ દરમિયાન છેલ્લા ત્રણ મહીનામાં સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની બેંકોમાં 2000 કરોડ રુપિયાની ડિપોઝીટ લોકોએ રૂપિયા 2000ની નોટમાં જમા કરાવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ટામેટાના ભાવ તળિયે તો ડુંગળીના ભાવ આસમાને, જાણો કેટલો વધારો થયો

30 સપ્ટેમ્બર સુધી લોકો બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલાવી શકશે

આરબીઆઇ દ્વારા ચાલુ વર્ષે 19 મેના રોજ સર્ક્યુલર બહાર પાડી 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પરત લેવાની સુચના આપવામાં આવી હતી. જે લોકો પાસે 2000 રૂપિયાની નોટ હતી તેઓએ 23 મેના રોજથી બેંકોમાં જરુરી ડોક્યૂમેન્ટ સાથે નોટ જમા કરાવી નોટ બદલી કરી હતી કેટલીક બેંકોએ આધારકાર્ડ અને પાનકાર્ડ પણ જમા કરાવનારાઓ પાસે માંગ્યા હતા. રાષ્ટ્રીયકૃત બેંકોએ કોઇ ડોક્યુમેન્ટ માંગ્યા નહતા.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ચંદ્રયાન-૩ની સફળતા માટે આજે સમુહ પ્રાર્થના કરાશે

કો.ઓપરેટિવ બેંકોમાં ખાતેદારોએ આશરે 600 કરોડ જમા કરાવ્યા

આ વખતે 20216ની નોટબંધીની જેમ લાંબી-લાંબી લાઇનો બેંકો કે એટીએમ મશીનોની આગળ દેખાઇ નહતી. લોકોને પરેશાની નહીં થાય તે માટે કેટલીક બેંકોએ પણ અલગથી વ્યવસ્થા ગોઠવી હતી. 23 ઓગસ્ટે 2000 રૂપિયા માટે આરબીઆઇની ગાઇડલાઇનને ત્રણ મહીના પુરા થયા છે. ત્યારે અત્યાર સુધી સુરત અને દક્ષિણ ગુજરાતની કોઓપરેટિવ, પ્રાઇવેટ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં આશરે 2000 કરોડ રુપિયાની ડિપોઝીટ લોકોએ 2000 રુપિયાની નોટમાં જમા કરાવી હોવાનું બેંકિંગના સુત્રો જણાવી રહ્યા છે.

લગભગ 90 જેટલી રકમ ખાતેદારોએ બેંકોમાં જમા કરાવી

આશરે 600 કરોડ રુપિયા કો.ઓપરેટિવ બેંકમાં લોકોએ તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. કેટલાક લોકોએ ફિક્સડ ડિપોઝીટમાં જમા કરાવ્યા હતા. જ્યારે મોટાભાગના લોકોએ તેમના ખાતામાં રુપિયા જમા કરી એક- બે મહીનામાં જ તમામ રકમ ઉપાડી લીધી હતી. આગામી 30 સપ્ટેમ્બર સુધી 2000 રુપિયાની નોટ લોકો તેમના ખાતામાં જમા કરાવી શકશે અને તેનાથી ખરીદી પણ કરી શકે છે. 2000 રુપિયાની નોટ અંગે આરબીઆઇના આદેશ બાદ બજારમાં રહેલી લગભગ 90 જેટલી રકમ ખાતેદારોએ બેંકોમાં જમા કરાવી દીધી છે.

Back to top button