Sawan 2023: શિવજીને બીલીપત્ર ચઢાવવાના પણ છે નિયમો, ન કરશો ભૂલ
- શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળાભિષેક કરવાથી થાય છે તમામ કષ્ટો દુર
- ભોલેનાથને પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
- શિવલિંગ પર બીલીપત્ર કેવી રીતે ચઢાવવા જોઇએ તેના પણ છે નિયમો
શિવજીની આરાધના અને સાધનાનો મહા પર્વ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા જે વ્યક્તિ સંપુર્ણ ભક્તિ ભાવ સાથે કરે છે તેની તમામ મનોકામનાઓ પુર્ણ થાય છે. શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે. શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળાભિષેક કરવાથી અને ભોલેનાથને પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ભગવાન શિવને બીલીપત્ર સૌથી પ્રિય છે તે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાના પણ નિયમો છે. શાસ્ત્રોમાં શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાને લઇને ઘણા નિયમો જણાવાયા છે, જે દરેક શિવભક્તોએ જાણવા જોઇએ. તો આજે જાણો શિવલિંગ પર બીલીપત્ર કેવી રીતે ચઢાવવા જોઇએ અને શું છે તેના નિયમો.
આવા બીલીપત્ર ન ચઢાવો
બીલીપત્રને ભગવાન શિવને અર્પિત કરતા પહેલા એ જરુર જાણી લો કે તે કોઇ બાજુથી ફાટેલુ તુટેલુ કો નથી ને? તુટેલુ બીલીપત્ર શિવજીને ચઢાવાતુ નથી. બીલીપત્રના ત્રણ પાન ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે.
કેટલી સંખ્યામાં બીલીપત્ર ચઢાવવા જોઈએ?
આમ તો શિવજી માત્ર એક લોટો જળ અને એક બીલીપત્રમાં જ ખુશ થઇ જાય છે, પરંતુ શ્રાવણ મહિનામાં બીલીપત્ર સરળતાથી મળી જાય છે, તેથી તમે શિવલિંગ પર 11, 21, 51 અને 101 બીલીપત્ર ચઢાવી શકો છો.
બીલીપત્ર કેવી રીતે અર્પણ કરવું?
બીલીપત્ર હંમેશા ઉલટુ જ ચઢાવો. હંમેશા અનામિકા, અંગૂઠો અને મધ્ય આંગળીની મદદથી બીલીપત્ર ચઢાવો. વચ્ચેનું પાન પકડીને ભગવાન શિવને અર્પણ કરો. વચ્ચેનું પાન પકડીને ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરો.
બીલીપત્ર ક્યારે તોડવું?
અમુક તિથિઓ પર બીલીપત્ર તોડવાની મનાઈ છે. જેમ કે ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસ. સંક્રાંતિના સમયે અને સોમવારે બીલીપત્રના પાન ન તોડવા જોઈએ. આવી સ્થિતિમાં, પૂજાના એક દિવસ પહેલા, બીલી પત્રને તોડીને રાખવામાં આવે છે. બીલીપત્ર ક્યારેય અશુદ્ધ નથી. જે બીલીપત્ર શિવજીને ચઢાવવામાં આવે છે તેને ફરીથી ધોયા પછી પણ ચઢાવી શકાય છે. ભગવાન શિવને ક્યારેય માત્ર બીલીપત્ર ન ચઢાવો. બીલીપત્રની સાથે જળાભિષેક અવશ્ય કરો.
આ પણ વાંચોઃ Sawan 2023: શ્રાવણમાં શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવશો આ વસ્તુઓ