ટ્રેન્ડિંગધર્મ

Sawan 2023: શ્રાવણમાં નવ ગ્રહોની શાંતિ માટે કરો આ ખાસ ઉપાય

Sawan 2023: શ્રાવણ મહિનો ભગવાન શિવની કૃપા માટે સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભક્તોની થોડી મહેનતથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે. આ શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બની શકે છે. રૂદ્રાભિષેકમાં અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે 9 ગ્રહોની સ્થિતિને મજબૂત બનાવી શકો છો. આજે જાણો તમામ 9 ગ્રહોની દશા મજબૂત કરવા માટે ભગવાન શિવનો રુદ્રાભિષેક કઈ વસ્તુઓથી કરવો જોઈએ.

સુર્ય માટેના ઉપાય

જો તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો તમારે સમાજમાં વારંવાર અપમાનિત થવું પડી શકે છે. તેનાથી તમને હાઈ બીપી, હૃદય સંબંધિત સમસ્યાઓ અને આંખોમાં નબળાઈ થઈ શકે છે. ઉપાય તરીકે શ્રાવણમાં દરરોજ શિવલિંગ પર જળ ચઢાવો.

Sawan 2023: શ્રાવણમાં નવ ગ્રહોની શાંતિ માટે કરો આ ખાસ ઉપાય hum dekhenge news
ચંદ્ર માટેના ઉપાય

જે લોકોના જન્માક્ષરમાં ચંદ્ર કમજોર હોય છે, તેમને શરદી, ઉધરસ અને અસ્થમાની સમસ્યા રહે છે. આવા લોકોને આંખો સંબંધિત સમસ્યાઓ પણ હોય છે. આ લોકોએ ઉપાય તરીકે, કાચા દૂધમાં કાળા તલ ભેળવીને દરરોજ શિવલિંગનો અભિષેક કરો.

મંગળ માટેના ઉપાય

જો તમારા જન્માક્ષરમાં મંગળની સ્થિતિ અશુભ હોય તો તમારા શરીરમાં લોહીની ઉણપને લગતી સમસ્યાઓ થાય છે અને તમે પેટના રોગોથી પરેશાન રહો છો. ઉપાય તરીકે શિવલિંગ પર દરરોજ  મધનો અભિષેક કરો.

sawan-ke-upay-for-making-9-planets-strong hum dekhenge news
બુધ માટેના ઉપાયો

જો તમારા જન્માક્ષરમાં બુધ ગ્રહ દુર્બળ છે તો તમને પેટ અને ફેફસાના રોગો થવાની સંભાવના છે. ઉપાય તરીકે, શ્રાવણ મહિનામાં, કાચા દૂધમાં  પીળા ફૂલ ભેળવીને દરરોજ શિવલિંગનો અભિષેક કરો.

ગુરૂ માટેના ઉપાય

જે લોકોના જન્માક્ષરમાં ગુરુ અશુભ સ્થાનમાં હોય છે, તેમને વારંવાર ધનની કમીનો સામનો કરવો પડે છે. તેઓ ત્વચા, દાંત અને કફ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે. આવા લોકોએ શ્રાવણ મહિનામાં દરરોજ પીળા ચંદનને પાણીમાં મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.

શુક્ર માટેના ઉપાયો

જો કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો તમારે શારીરિક નબળાઈ અને જાતીય સંબંધની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શુક્ર નબળો હોય ત્યારે દાંપત્ય જીવનમાં પણ સમસ્યાઓ આવે છે. ઉપાય તરીકે દરરોજ શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરો.
sawan-ke-upay-for-making-9-planets-strong hum dekhenge news
શનિ માટેના ઉપાયો

જે લોકોની કુંડળીમાં શનિ નીચનો હોય છે અને તેમણે આર્થિક તંગી અને અનેક રોગોનો સામનો પણ કરવો પડે છે. આવા લોકો ઘૂંટણના દુખાવા અને ઉધરસ તેમજ અસ્થમાથી પીડાઈ શકે છે. ઉપાય તરીકે દરરોજ ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરો.

રાહુ ગ્રહના ઉપાયો

કુંડળીમાં રાહુ ગ્રહ નબળો હોય ત્યારે તમે ડિપ્રેશનનો શિકાર બનો છો અને તમને વારંવાર તાવ આવે છે. શારીરિક રીતે પણ નબળાઈ રહે છે. ઉપાય તરીકે, તમારે શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ પર ભાંગ અર્પણ કરવી જોઈએ.

કેતુ ગ્રહ માટેના ઉપાયો

જો તમારી કુંડળીમાં કેતુ ગ્રહની સ્થિતિ નબળી છે, તો તમને ડાયાબિટીસ થઈ શકે છે અથવા તમારું જીવન જાતીય સમસ્યાઓથી ઘેરાયેલું રહેશે. ઉપાય તરીકે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર સરસવના તેલનો અભિષેક કરો.

Back to top button