ગુજરાત

ગાંધીનગરમાં મુનલાઇટ કાર્યક્રમ થકી 2000 વીજ યુનિટની બચત

Text To Speech

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.16મી મેના રોજ પૂનમના દિવસે મુનલાઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ મૂનલાઇટ કાર્યક્રમના ભાગરૂપે નગરજનોએ પૂનમની રાત્રિનો અનેરો અહેસાસ કર્યો છે. તેમજ નગરજનોના સહકારના કારણે ઉપરોક્ત કાર્યક્રમ થકી 2000 વીજ યુનિટની બચત કરવામાં આવી છે, તેવું ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતુ.

ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે કે, સમગ્ર ગાંધીનગર શહેરમાં મુનલાઇટ કાર્યક્રમના ભાગરૂપે નગરના 1થી30 સેકટરોના આંતરિક માર્ગોની લાઇટ રાતના 9.00થી12.00 કલાક બંધ રાખવામાં આવી હતી. તેની સાથે સેન્ટ્રલ વિસ્ટાની કુલ- 15,470 એલ.ઇ.ડી લાઇટ પણ રાત્રિના આ સમય દરમ્યાન બંધ રાખવામાં આવી હતી. જેના કારણે વીજળીની બચત થઇ છે. તેમજ સાંજે તથા સવારે લાઇટ ચાલુ તથા બંધ થવાના સમયમાં 30 મિનીટનો ઓફસેટ ટાઇમ લગાડવામાં આવ્યો છે. જેના થકી 900 વીજ યુનિટની બચત થઇ રહી છે. આમ મનૂલાઇટ કાર્યક્રમ થકી ગાંધીનગર શહેરમાં 2000 વીજ યુનિટની બચત કરવામાં આવી છે.ઉપરોક્ત વીજ યુનિટની બચતથી એસી, ફ્રીજ ઘરાવતા 3BHK હાઉસની 4 મહિના સુધી વાપરી શકાય તેટલી વીજ યુનિટની બચત થઇ છે. તેમજ આ કાર્યક્રમ થકી 1000 કિલો કોલાસાનો વપરાશ ઓછો થયો છે. 2500 કિલો કાર્બન ડાયોક્સાઇડનાં ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

દર પૂર્ણિમાએ સ્ટ્રીટ લાઇટ બંધ
દર પૂર્ણિમાએ ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો સિવાયની તમામ સ્ટ્રીટ લાઇટ રાત્રિ દરમ્યાન બંધ રાખવામા આવશે જેથી વીજળીની બચત થશે, ગ્લોબ વોર્મિંગ ઘટશે તેમજ પાટનગર વાસીઓની પ્રકૃતિ તરફ લગાવની અનુભૂતિ વધશે.

Back to top button