2024 સુધી આ રાશિના લોકો સાચવે: શનિના અશુભ પ્રભાવોથી આ રીતે બચો
- નવગ્રહોમાં શનિદેવનું વિશેષ સ્થાન
- શનિની પીડા અસહ્ય હોય તો પીપળાની પૂજા કરો
- રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું વિશેષ સ્થાન હોય છે. શનિનો અશુભ પ્રભાવ હોય તો વ્યક્તિએ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલમાં મકર, કુંભ, મીન રાશિના લોકોની શનિની સાડાસાતી ચાલી રહી છે. વર્ષ 2024 સુધી આ 3 રાશિઓ પર શનિની સાડાસાતીનો પ્રભાવ રહેશે. શનિની સાડાસાતીના લીધે આ રાશિના લોકોએ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિની સાડા સાતી લાગતા વ્યક્તિનું જીવન પણ ખરાબ રીતે પ્રભાવિત થાય છે.
શનિના અશુભ પ્રભાવોથી બચવા કરો આ કામ
શનિના અશુભ પ્રભાવોથી બચવા માટે રોજ હનુમાનચાલીસાનો પાઠ કરવો જોઇએ. જો શનિદેવની પીડા અસહ્ય હોય તો પીપળાની પૂજા સૌથી સરળ અને ખર્ચમુક્ત ઉપાય છે. સવારે પીપળાના ઝાડ નીચે જળ અને સાંજે કડવા તેલનો દીવો કરવો. જે લોકોને શનિની સાડાસાતી, અઢી વર્ષની ઢૈય્યા અથવા શનિની મહાદશા, અંતર્દશા, પ્રત્યન્તર્દશા અને શનિ તકલીફ આપી રહ્યા છે તો આવા લોકોએ શનિવારે પીપળાની પૂજા કરવી જોઈએ. શનિદેવને દીવો પ્રગટાવીને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઇએ.
શનિવારની સાંજે પીપળના ઝાડની આસપાસ શનિ મંત્રનો જાપ કરતી વખતે 8 વખત કાચું સૂતર લપેટીને પીપળાના ઝાડ નીચે કાળા તલ મૂકીને ચારમુખી દીવો પ્રગટાવો અને શનિદેવ પાસેથી જાણ્યે-અજાણ્યે થયેલા અપરાધોની ક્ષમા માગો. શનિદેવની પ્રસન્નતા માટે પીપળાના વૃક્ષની સ્તુતિ કરતી વખતે નીચેના મંત્રનો જાપ કરો.
अश्वत्थ हुतभुगवाम गोन्दिस्य सदाप्रिय।
अशेषं हर मे पापं वृक्षराज नमोऽस्तु ते।।
નવગ્રહોમાં શનિદેવને છે મહત્ત્વનું સ્થાન
નવગ્રહોમાં શનિને મહત્ત્વપુર્ણ સ્થાન છે. તેની કૃપાથી વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલાઇ શકે છે. જો જન્મ કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય અથવા તો શનિદેવની વક્ર દ્રષ્ટિ પણ તમારી પર પડતી હોય તો તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જીવનના અનેક ક્ષેત્રમાં સમસ્યાઓ આવવા લાગે છે અને કામમાં બાધા આવવા લાગે છે. શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં અઢી વર્ષનો સમય લાગે છે. કેમકે તે સૌથી ધીમી ચાલે ચાલનારો ગ્રહ છે.
શનિની સાડાસાતીના આ અઢી વર્ષના સમયગાળાને ઢૈય્યા નામ અપાયુ છે. આ રીતે શનિના સાડા સાત વર્ષના સમયગાળાને સાડાસાતી નામ અપાયુ છે. શનિની સાડાસાતી અને ઢૈયા વ્યક્તિના જીવનનો સૌથી કઠિન અને પડકારૂપ સમય માનવામાં આવે છે. આ સમયગાળો જીવનમાં ચઢાવ-ઉતાર દર્શાવે છે. તેમાં કોઇના ભાગ્યને સંપુર્ણ રીતે બદલવાની શક્તિ હોય છે.
આ પણ વાંચોઃ શનિ 2025 સુધી આ રાશિઓ પર રહેશે મહેરબાનઃ જાણો શા માટે?