કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગુજરાતીઓ સાચવજો! આગામી બે દિવસ રાજ્યના આ શહેરોમાં હીટવેવની આગાહી

Text To Speech

રાજ્યમાં શિયાળો પુરો થવા આવ્યો છે. અને હવે ધીરે ધીરે ગરમીની પણ શરુઆત થવા લાગી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી

રાજ્યમાં હવે ધીરે ધીરે તાપમાન વધવા લાગ્યું છે જેના કારણે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાને 50 વર્ષનો રેકોડ તોડી દીધો છે. ત્યારે તાજેતરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુકા અને ગરમ પવનો ફુંકાશે જેના કારણે લોકોને કાળકાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે રાજ્યમાં ઘણા શહેરોનું તાપમાન 37 ડિગ્રીથી માંડીને 39 ડિગ્રી સુધી પહોંચે તેવી શકયતા વ્યક્ત કરી છે.

હીટવેવની આગાહી-humdekhengenews

જાણો ક્યા શહેરમા કરાઈ હીટવેવની આગાહી

તાજેતરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતુ કે રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે. તેમજ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રીની આસપાસ રહેવીની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની અસર રહેશે. તેમજ આ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ બાદ તાપમાન ઘટે તેવી શકયતા છે.

ફ્રેબુઆરીમાં બેવડી ઋતુનો અહેસાસ થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિયાળામાંથી ઉનાળા તરફ સિઝન જવાને લઈને બેવડી ઋતુ રહેશે અને ફ્રેબુઆરી મહિનાના આગામી દિવસોમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. તેમજ માર્ચ મહિનાની શરૂઆત થતા ગરમીનો અહેસાસ થવા લાગશે.

આ પણ વાંચો : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં SITના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Back to top button