અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદીઓ સાચવજો ! કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વાયરલ ઇન્ફેક્શન કેસોમાં પણ વધારો

Text To Speech

અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે વાયરલ ઈન્ફેક્શને પણ રફતાર પકડી છે. બેવડી ઋતુને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં નોંધાપાત્ર વધારો થયો છે. આ વચ્ચે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા હોવાની વિગતો સામે આવી છે.

સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 1491 દર્દી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે વિવધ પ્રકારની બિમારીઓએ માજા મુકી છે. અમદાવાદમાં એક તરફ કોરોનાના કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે.

વાયરલ ઈન્ફેક્શન-humdekhengenews

બેવડી ઋતુ થતા વાયરલ વાયરલ કેસમાં વધારો

મહત્વનું છે કે કમોસમી વરસાદને પગલે ડબલ ઋતુ થતા વાયરલ વાયરલના કેસમાં મોટો વધારો થયો છે.એક તરફ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ ચિંતા જનક રીતે વધી રહ્યા છે. હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે. આ પહેલા 21 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વાયરલ ઈન્ફેક્શનના 1419 કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં કોરોનાના કેસ

મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 118 કેસ નોંધાયા છે.

Back to top button