સાચવજો! અમદાવાદની જાણીતી પ્રિન્સ પાઉંભાજીના ભોજનમાંથી નિકળી ઈયળ
અમદાવાદના વસ્ત્રાપુરની પ્રિન્સ પાવભાજીમાં નીકળી ઈયળ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરતા ઊંધા જવાબ મળતા અંતે ગ્રાહકે વિડિયો બનાવી સોશીયલ મીડિયામાં વાયરલ કર્યો અને ત્યાર બાદ AMCએ રેસ્ટોરન્ટને રૂ.12 હજારનો દંડ ફટકાર્યો છે.
અમદાવાદની એક રેસ્ટોરન્ટની પાઉંભાજીની પ્લેટમાંથી નિકળી ઈયળ
ચોમાસું આવતા જ રોગચાળો વધી રહ્યો છે. ખાસ કરીને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. જેને લઈને એક તરફ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને દરોડા પાડીને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓના વેચાણ પર રોક લગાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ મોટા શહેરોમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ થતુ સામે આવી રહ્યું છે ત્યારે આજે અમદાવાદની એક રેસ્ટોરન્ટની પાઉંભાજીની પ્લેટમાંથી ઈયળ નિકળી હવાનું સામે આવ્યું છે. આ અંગે ગ્રાહકે ફરિયાદ કરતા રેસ્ટોરન્ટને એએમસી દ્વારા દંડ ફટાકારાયો છે.
AMCએ રેસ્ટોરન્ટને રૂપિયા 12 હજારનો દંડ ફટકાર્યો
મળતી માહિતી મુજબ વસ્ત્રાપુરમાં પ્રિન્સ પાવભાજીના ભોજનમાંથી ઈયળ નીકળી છે. અને આ અંગે ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરતા ઊંધા જવાબ મળતા ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ અંગેગ્રાહકે AMCને જાણ કરી હતી જે બાદ AMCએ રેસ્ટોરન્ટને રૂપિયા 12 હજારનો દંડ કરાયો છે.
આ પણ વાંચો : વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન’INDIA’તરીકે ઓળખાશે, જાણો આ નામ રાખવા પાછળનું કારણ