હૃદયની બીમારી હોય તો સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા પોસ્ટર મૂકાયા
રાજકોટઃ (Rajkot)ગુજરાતમાં યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં હાર્ટએટેક આવવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે.(Heart Attack)સરકારે પણ આ પ્રકારની ઘટનાઓ કેમ બને છે તેનું અર્થઘટન કરવા માટે નિષ્ણાત ડોક્ટરોની એક ટીમ બનાવી છે. (Saurashtra university)ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ પ્રકારની ઘટનાઓ સામે સાવચેત રહેવા એક નિર્ણય લીધો છે. (Poster)જેમાં હૃદયની બીમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે.
હૃદયની બીમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ
ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમિંગપૂલમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં હૃદયની બીમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે. યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી કરાઇ છે. હ્રદય રોગની બીમારી હોય તો સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્વિમિંગપૂલમાં જવા માટે ખેલાડીએ મેડિકલ સર્ટિ રજૂ કરવું પડશે.
પોસ્ટરમાં શું લખવામાં આવ્યું છે
આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, મેન્સ જીમમા આવનાર વ્યક્તિને જો હૃદયની બીમારી હોય અથવા અન્ય કોઈ બીમારી હોય તો તેવી વ્યક્તિએ જીમમાં કસરત કરવી નહીં,ફીટનેસ અંગેનું ડોક્ટરનું સર્ટીફિકેટ લીધા બાદ જ જીમમાં કસરત કરવી અન્યથા સંબંધિત વ્યક્તિની જવાબદારી રહેશે. તે ઉપરાંત બાસ્કેટબોલ કોર્ટમાં આવનાર વ્યક્તિને આ પ્રકારની બીમારી હોય તો રમત રમવી નહી. સ્વીમીંગ પુલમાં શિખાઉ વ્યક્તિએ લાઈફ જેકેટ તથા જરૂરી સેફ્ટી સાધનો પહેરીને જ સ્વીમીંગ કરવું.