ગુજરાતટોપ ન્યૂઝ

વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ભય ભગાવવા સૌરાષ્ટ્ર યુનિ.એ ગુજરાતમાં પ્રથમ વખત નવતર પ્રયોગ કર્યો

સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવને ગુજરાતમાં પ્રથમ વખત નવતર પ્રયોગ કર્યો છે. જેમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ, વાલીઓનો ફોબિયા દુર કરવા માટે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ શાળામાં જશે. તેમાં અલગ અલગ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટેનો આદેશ: કર્મચારી ખાતાકીય કેસમાં બચાવ માટે વકીલ રોકી શકશે

પેપર પૂરું થશે નહિ જેવી અનેક સમસ્યાઓ તે અનુભવતો હોય છે

વર્તમાન સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં વિદ્યાર્થીઓને લઈને અનેક સમસ્યાઓ આવી રહી છે. જેમાં જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓમાં દિવસેને દિવસે ચિંતા, મનોભાર, ડિપ્રેસન જેવી અનેક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને આ બધી સમસ્યાઓ પરીક્ષા સબંધિત છે. પરીક્ષા સમયે વાંચેલું યાદ ન રહેવું, કાઈ આવડતું નથી એવો ભાવ, વાંચનમા મન ન લાગવું, ફેમીલી પ્રેસર, અભ્યાસ છોડી દેવાનું મન થવું, જીવન ટુકાવી નાખવાના વિચારો, પોતાની સમસ્યાઓની અન્યો પાસે અભિવ્યક્ત કરવામાં ખામી, અસફળતાનો ભય, પેપર પૂરું થશે નહિ જેવી અનેક સમસ્યાઓ તે અનુભવતો હોય છે.

આ પણ વાંચો: લો બોલો, ગુજરાતમાં 109 શાળાઓ ગુજરાતી ભાષા ભણાવતી નથી

આત્મહત્યા વૃતિ જેવી સમસ્યાઓનો જન્મ થયા છે

વિચારવાયુ, નકારાત્મકતા, ભય, સ્વાભાવમાં ચિડીયાપણું, આત્મવિશ્વાસનો અભાવ, એકાગ્રતાનો અભાવ, આવેગ નિયંત્રણમા ખામી, લઘુતાગ્રંથી જેવી અનેક આવેગિક સમસ્યાઓ જોવા મળે છે. તેના કારણે તેને શારીરિક સમસ્યાઓ જેવી કે હૃદયના ધબકારા વધવા કે એટેક આવવો, અતિશય છાતીમાં દુખાવો, હાથ-પગ ધ્રુજવા, માથું દુખવું, શરીરમાં પરસેવો વળવો, પાચનક્રિયામાં તકલીફ, સમગ્ર શરીરમાં અશક્તિ લાગવી વગેરે થાય છે જે આગળ જતા મનોવૈજ્ઞાનિક વિકૃતિ જેવી કે સ્લીપ ડિસોર્ડર, ઇટીંગ ડિસોર્ડર, એન્ઝાઈટી, સ્ટ્રેસ, ડિપ્રેસન, આત્મહત્યા વૃતિ જેવી સમસ્યાઓને જન્મ આપે છે.

આ પણ વાંચો: દુબઈથી અમદાવાદ સોનાના દાણચોરોની નવી મોડસ ઓપરેન્ડીનો ભેદ ખૂલ્યો

માતા-પિતા તરફથી મળતા પ્રેસરને ઓછુ કરાશે

મનોવિજ્ઞાન ભવન વિદ્યાર્થીઓ પોતાની આ સમસ્યાઓને પહોચી વળે તે માટે અનેક મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ સમજવા અને તેમાંથી કઈ રીતે બહાર આવી શકાય તે માટે એક મુહિમ ઉપાડી રહ્યું છે. આ મુહીમમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓમાં યાદશક્તિને વધારવા, સેલ્ફ કોન્ફીડન્સ વધારવા, કેથાર્સિસ કરવા, પરીક્ષા દબાણને ઓછું કરવા માતા-પિતાને અવેર કરવા, માતા-પિતા તરફથી મળતા પ્રેસરને ઓછુ કરવા જેવા અનેક વિષયો પર પોતાના વ્યાખ્યાનો આપી વિદ્યાર્થીની સમસ્યાઓને દુર કરવામાં આવશે.

આ પણ વાંચો: મંદિર, ચર્ચ-મસ્જિદમાં સાઉન્ડ સિસ્ટમના અવાજ બાબતે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામા આવશે

તેમજ વિદ્યાર્થીઓને રીલેક્સ કરવા રીલેક્શેસન ટેકનીકો, ઓટોસજેશન, કેથાર્સીસ જેવી મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામા આવશે. વિદ્યાર્થીઓને બોર્ડઝની એક્ઝામ આવે ત્યાં સુધી કોઈપણ શાળા તેના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ભય કે તણાવ દુર કરવા કોઈ લેકચર કે સેસન રાખવા ઇચ્છતા હોય તો મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સંપર્ક કરે.

Back to top button