ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આજની પરિક્ષાઓ રદ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આજ સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં રાજકોટમાં 6.5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શહેરમાં વરસાદની પરિસ્થિતિ જોતા આજની પરિક્ષાઓ રદ કરી દીધી છે. ભારે વરસાદના કારણે રાજકોટ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી સંલગ્ન શાળા કોલેજોના આચાર્યઓને આ અંગે સૂચના પણ આપી દેવામાં આવી છે. નોધનીય બાબત છે કે આજના દિવસની પરિક્ષાની નવી તારીખો બાદમાં જાહેર કરવામાં આવશે તેવા પણ સૂચન કરવામાં આવ્યા છે.
આજની પરીક્ષાઓ કરાઈ રદ્દ
રાજકોટમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેથી વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.